Saturday - May 02, 2026

મોરબી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સંસ્થાના સ્થાપકને સતપાલ મિતલ પ્લેટિનમ નેશનલ એવોર્ડ મળ્યો

મોરબી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સંસ્થાના સ્થાપકને સતપાલ મિતલ પ્લેટિનમ નેશનલ એવોર્ડ મળ્યો

મોરબી : મોરબી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર લક્ષ્મીનગરના સ્થાપક પદ્મશ્રી મુક્તાબેન ડગલીને સતપાલ મિતલ પ્લેટિનમ નેશનલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ સુરેન્દ્રનગરના સ્થાપક અને સંચાલક પદ્મશ્રી મુક્તાબેન ડગલીએ મોરબી ખાતે શિક્ષિત બેરોજગાર અંધ ભાઈઓ માટે રાષ્ટ્રીય સેવા મંડળ મોરબી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર લક્ષ્મીનગર મોરબી ખાતે શરૂ કર્યું છે. જેનો 160 અંધ ભાઈઓ-બહેનો વિનામૂલ્યે લાભ લઈ રહ્યા છે. 40 અંધ દંપતીઓને રહેવા માટે વિનામૂલ્યે ફ્લેટ આપેલ છે. ડો. કુસુમબેન અમૃતલાલ દોશી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર અંતર્ગત હાલ 100 ફ્લેટનું નવનિર્માણ થઈ રહ્યું છે .પદ્મશ્રી મુકતાબેન પી. ડગલી જેઓ 1995 થી સંસ્થાની સેવા માટે સમર્પિત છે. તેમને લુધિયાણા ખાતે નહેરુ સિદ્ધાંત કેન્દ્ર ટ્રસ્ટ દ્વારા આયોજિત 2025 ના સતપાલ મિતલ પ્લેટિનમ નેશનલ એવોર્ડ 2025 માટે મુકતા પી. ડગલીની પસંદગી કરાઈ છે. ત્યારે તેઓને આ 33 માં એવોર્ડ સમારંભમાં ભારતના શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના વરદહસ્તે રૂપિયા 7,50,000 ના પુરસ્કાર સાથે સન્માન કરાયું છે. આ એવોર્ડ ગ્રહણ કરતી વખતે સંસ્થા અને ટ્રસ્ટના પ્રમુખ રાકેશભાઈ મિતલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

મોરબી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સંસ્થાના સ્થાપકને સતપાલ મિતલ પ્લેટિનમ નેશનલ એવોર્ડ મળ્યો