Thursday - Apr 23, 2026

મોરબીમાં ચોમાસાની વિદાય વચ્ચે આકાશમાં વરસાદી વાતાવરણ સર્જાયું

મોરબીમાં ચોમાસાની વિદાય વચ્ચે આકાશમાં વરસાદી વાતાવરણ સર્જાયું

મોરબી : મોરબીમાં નવરાત્રીમાં વરસાદ પડે તેવી હવામાન વિભાગની આગાહી વચ્ચે નોરતા પુરા થાય બાદ આજે દશેરાએ મેઘરાજાનું ઘોડું દોડ્યું હોય એમ આકાશમાં વરસાદી વાતાવરણ રચાયું છે. જો કે ચોમાસાની વિદાય વચ્ચે પણ છેલ્લા બે દિવસથી મોરબીમાં છાંટા પડી રહ્યા છે. આજે સવારથી આકાશમાં મેઘાવી માહોલ સર્જાતા ખેડૂતો ચિંતિત થઈ ગયા છે. પહેલા અતિવૃષ્ટિથી પાકમાં ખાન ખરાબી સર્જ્યા બાદ હવે ફરી વરસાદથી શકયતા સર્જાતા બાકી બચેલો થોડોક પાકમાં પણ નુકસાન થાય તેવી ભીતિથી ખેડૂત વર્ગ ફફડી ઉઠ્યો છે