Thursday - Apr 23, 2026

મોરબીમાં બે સ્થળે રામ-રાવણના યુદ્ધ બાદ અધર્મ ઉપર ધર્મના વિજય રૂપે રાવણ દહન કરાશે

મોરબીમાં બે સ્થળે રામ-રાવણના યુદ્ધ બાદ અધર્મ ઉપર ધર્મના વિજય રૂપે રાવણ દહન કરાશે

મોરબી : આજે વિજયા દશમીનું પાવન પર્વ એટલે અર્ધમ ઉપર ધર્મના વિજય રૂપે વર્ષોની પરંપરા મુજબ રાવણના પૂતળાનું દહન કરીને લોકો મીઠાઈ, ફરસાણ આરોગી ઉજવણી કરશે. આથી મોરબીમાં આજે દશેરાના દિવસે શહેરના અવની ચોકડી પાસે આવેલ જય અંબે સોસાયટી પાછળ આવેલ સન ફ્લોરા સામે ખુલ્લા ખેતરમાં જય અંબે ગરબી મંડળ દ્વારા સાંજે અવની ચોકડીથી શોભાયાત્રા કાઢી રામ – રાવણના યુદ્ધ બાદ અમદાવાદથી સ્પેશિયલ બનાવેલ 30 ફુટ ઉંચા રાવણનું દહન કરાશે. જયારે શહેરના રાધા પાર્ક વાવડી રોડ ખાતે પણ રાત્રે રામ – રાવણનું યુદ્ધ કરવામાં આવશે અને બાદમાં 13 ફૂટ ઉંચા રાવણનું દહન કરાશે.