મોરબી:- મિશન નવભારત મોરબી જિલ્લાના પ્રમુખ રામભાઈ ઝીલરિયાના જન્મ દિવસ નિમિત્તે વૃક્ષા રોપણ કરી એક પ્રેરણાદાયક પગલું ભર્યું હતું,
પર્યાવરણમાં આવતા દિવસેને દિવસે પરિવર્તનથી નીકળવાનો એક જ ઉપાય છે. વધુને વધુ વૃક્ષો વાવી પર્યાવરણ બચાવવું રામભાઈના જન્મ દિવસના ઉપક્રમે પર્યાવરણીય જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશથી "અમારી સાથે એક વૃક્ષ વાવો" કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિઓ તરીકે મોરબી – માળિયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા તથા વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેધી, નકલંકધામ બગથળાના દામજીભગત, મોરબી RFO એસ.બી.ભરવાડ, મિશન નવભારત ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ભાનુભાઈ મેર, યુવા અધ્યક્ષ પ્રથમ અમૃતિયા, મકનસર પાંજરાપોળ પ્રમુખ વેલજીભાઇ પટેલ, અને મોરબીના અનેક પર્યાવરણ પ્રેમીઓ તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે પર્યાવરણીય સંરક્ષણ અને વૃક્ષારોપણ જેવા સારા કાર્યો માટે વિવિધ સહભાગીઓને સન્માનિત કરવામાં પણ આવ્યા હતા.
આ ઉજવણી દ્વારા મિશન નવભારત ટીમે મોરબીમાં પર્યાવરણ પ્રત્યેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. અને વધુને વધુ લોકોને વૃક્ષારોપણ માટે પ્રેરિત કર્યા છે.