મોરબી: મોરબીના વિદ્વાન, સુપ્રસિદ્ધ યુવા ભાગવત કથાકાર શાસ્ત્રીજી કૃષ્ણચંદ્ર દવેની પુત્રી મીરાબહેન કૃષ્ણચંદ્ર દવેએ ગુજરાત રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા આયોજિત કલા મહાકુંભ ૨૦૨૬ અંતર્ગત યોજાયેલી ભજન સ્પર્ધામાં ૬ થી ૧૪ વર્ષના વયજૂથમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરીને પરિવાર, શાળા અને સમગ્ર મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.
મોરબી તાલુકા ક્ષેત્રની ભજન સ્પર્ધામાં મીરાબહેને પોતાની મધુર વાણી, સુંદર સ્વર, સંગીત પ્રત્યેની સાધના અને ભક્તિભાવના દ્વારા ઉત્કૃષ્ટ રજૂઆત કરી પ્રથમ સ્થાન મેળવ્યું છે.
આ ગૌરવપૂર્ણ સિદ્ધિ સાથે હવે મીરાબહેન જિલ્લા કક્ષાએ પ્રતિનિધિત્વ કરશે, જ્યાં તેઓ મોરબી જિલ્લાનું ગૌરવ વધારવા માટે પોતાની ભજનકલાનું પ્રદર્શન કરશે.
મીરાબહેનની આ સફળતા તેમના પરિવાર, શિક્ષકો અને શાળા માટે પણ ગૌરવની ક્ષણ છે. સંગીત અને ભજન ક્ષેત્રે બાળપણથી જ પોતાની પ્રતિભા દર્શાવતી મીરાબહેન આગામી સમયમાં પણ વધુને વધુ સફળતા પ્રાપ્ત કરે અને પોતાની કલાના માધ્યમથી પરિવાર, શાળા, સમાજ તથા મોરબી જિલ્લાનું નામ રોશન કરે તેવી શુભકામનાઓ ચોમેર તરફથી મળી રહી છે.