Friday - Apr 24, 2026

મોરબીમાં નવરાત્રી મહોત્સવ થકી શહીદ જવાનોના પરિવારોને આર્થિક સહાય આપવાનું સેવાકાર્ય

મોરબીમાં નવરાત્રી મહોત્સવ થકી શહીદ જવાનોના પરિવારોને આર્થિક સહાય આપવાનું સેવાકાર્ય

અત્યાર સુધીમાં 263 શહીદ પરિવારોને રૂ.3.75 કરોડની સહાય આપી, આ વર્ષે પણ 25 જેટલા શહીદ પરિવારોને સહાય આપશે.

મોરબી : મોરબીમાં સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા અર્વાચીન રાસસત્વ પાટીદાર નવરાત્રી મહોત્સવનું અયોજન કરવામાં આવ્યું છે. જેમાં ખાસ કરીને દેશની રક્ષા માટે પ્રાણ ન્યોછાવર કરનાર દેશના વીર બહાદુર સેનાના જવાનોના પરિવારોને સન્માનીય રીતે આર્થિક રીતે મદદરૂપ થવાના શુભ હેતુ સર નવરાત્રી મહોત્સવ થકી આ સેવાકીય કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. એટલે નવરાત્રી મહોત્સવમાં જે પણ કઈ આવક થશે તે તમામ આવક શહીદોના પરિવારોને અર્પણ કરાશે. જ્યારે આ સંસ્થા દ્વારા પાટીદાર નવરાત્રીની સાથે આ વર્ષે તમામ જ્ઞાતિના લોકો માટે સનાતન નવરાત્રિ મહોત્સવનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
 

મોરબીમાં નવરાત્રી મહોત્સવ થકી શહીદ જવાનોના પરિવારોને આર્થિક સહાય આપવાનું સેવાકાર્ય
મોરબીમાં નવરાત્રી મહોત્સવ થકી શહીદ જવાનોના પરિવારોને આર્થિક સહાય આપવાનું સેવાકાર્ય

સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના સંચાલક અજયભાઈ લોરીયાએ જણાવ્યું હતું કે, આ નવરાત્રીમાં નો તિલક નો એન્ટ્રી એટલે કે તિલક કર્યા વગર આવેલા ખેલૈયાઓને પ્રવેશ મળશે નહીં. નાના બાળકો માટે બંને ગ્રાઉન્ડમાં હિંચકા-ઝૂલા સહિતનો ગેમ ઝોન ઉભો કરવામાં આવ્યો છે. 50 વિઘમાં પાર્કિંગની સુદ્રઢ વ્યવસ્થા કરવામાં આવી છે. નવરાત્રી દરમિયાન બહેનોની સુરક્ષા માટે મહિલા સિક્યુરિટી ગાર્ડ સહિતનો પ્રબંધ કરવામાં આવ્યો છે. પાટીદાર નવરાત્રી મહોત્સવ માટે શાનદાર સ્ટેજ અને અદભુત શણગાર કરી નામી કલાકારો કર્ણપ્રિય સુર તાલ સાથે ખેલૈયાઓને મન મુકીને રાસ ગરબે રમાડશે. જ્યારે અત્યાર સુધીમાં 263 જેટલા શહીદ પરિવારોને રૂ.3.75 કરોડની હાથોહાથની સહાય અર્પણ કરવામાં આવી છે. તેમજ આ વખતે જમ્મુ કાશ્મીર, હરિયાણા, પંજાબ,મહારાષ્ટ્ર, ગુજરાત અને ઉતરાખંડમાંથી આશરે 20 થી 25 શહીદ પરિવારોને અહીં બોલાવી સહાય અપાશે. આ નવરાત્રી મહોત્સવ થકી શહીદ પરિવારોને આર્થિક સહાય આપ્યા બાદ બાકી બચેલી રકમથી 65 વર્ષથી વધુ ઉંમરના 2500 થી 3000 વડીલોને અયોધ્યાની યાત્રા કરાવવામાં આવશે.