Friday - Apr 24, 2026

મોરબીમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે ફોર્મ નામંજૂર થવાથી ખેડૂતોને અન્યાય

મોરબીમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે ફોર્મ નામંજૂર થવાથી ખેડૂતોને અન્યાય

ખેડૂતોની ટેકાના ભાવે મગફળીની ખરીદી કરી ન્યાય આપવા કોંગ્રેસની માંગણી

મોરબી : મોરબી તાલુકામાં સરકારની મગફળીની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોએ કરેલી અરજી રદ થઈ છે. આથી ખેડૂતોને અન્યાય થવાથી ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. તેથી મોરબી કોંગ્રેસ સમિતિએ વિસ્તરણ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી ખેડૂતોને મગફળીની ટેકાના ભાવે ખરીદી કરી ન્યાય આપવા માંગ કરી છે.

મોરબી કોંગ્રેસ સમિતિએ વિસ્તરણ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી હતી કે,  રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની મગફળી ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરવામાં આવી છે અને ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવા ખેડૂતો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી હતી. આથી મોરબી તાલુકાના ખેડૂતોએ મગફળીની ટેકાના ભાવે ખરીદી માટે ફોર્મ ભર્યા હતા. મોરબી તાલુકાના અનેક ખેડૂતોએ મગફળીના વાવેતર કર્યા હોવા છતાં તેમના ફોર્મ નામંજૂર કરવામાં આવ્યા છે.જેથી ખેડૂતોને અન્યાય થયો છે. આથી કોંગ્રેસ સમિતિએ વિસ્તરણ અધિકારીને રજુઆત કરી આવા તમામ ખેડૂતોના  તાત્કાલિક ધોરણે ફોર્મ મંજૂર કરી તેમને ટેકાના ભાવે મગફળીની ખરીદીનો.લાભ આપી ન્યાય મળે તે માટે જરૂરી કાર્યવાહી કરવાની માંગ કરી છે.