Wednesday - May 13, 2026

પીએમ મોદીની પહેલને પગલે પાયલોટિંગ કાર ન વાપરવાનો નિર્ણય જાહેર કરતા રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા

પીએમ મોદીની પહેલને પગલે પાયલોટિંગ કાર ન વાપરવાનો નિર્ણય જાહેર કરતા રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા

મોરબી : તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધન બાદ રાજ્યના રાજકારણમાં કુદરતી સંસાધનોના કરકસરયુક્ત ઉપયોગ અંગે નવી પહેલ જોવા મળી રહી છે. સૌપ્રથમ સી. આર. પાટીલ દ્વારા એસ્કોર્ટિંગ અને પાયલોટિંગ કારનો ઉપયોગ ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જે બાદ રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયા પણ પ્રશંસનીય પહેલમાં જોડાયા છે.

આ પહેલને આગળ ધપાવતા રાજ્યકક્ષાના મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ પણ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. તેમણે નિર્ણય લીધો છે કે હવેથી તેઓ જિલ્લામાં મુસાફરી દરમિયાન પાયલોટિંગ કારનો ઉપયોગ કરશે નહીં. પોતાના આ નિર્ણય પાછળનું કારણ સ્પષ્ટ કરતા કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે, પાયલોટિંગ અને એસ્કોર્ટિંગ કારના કાફલાને કારણે ઇંધણનો વપરાશ 4 ગણો વધી જાય છે. હાલમાં વૈશ્વિક સ્તરે યુદ્ધની જે સ્થિતિ છે, તેને જોતા સંસાધનોની બચત કરવી અનિવાર્ય છે. જ્યાં સુધી પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી તેઓ આ નિર્ણય પર અટલ રહેશે.વીઆઈપી સંસ્કૃતિ ઘટાડવાના આ અભિયાનમાં રાજ્યપાલ પણ સહભાગી બન્યા છે અને તેઓ પણ જાહેર વાહનનો ઉપયોગ કરશે તેવા અહેવાલો પ્રાપ્ત થયા છે.

પીએમ મોદીની પહેલને પગલે પાયલોટિંગ કાર ન વાપરવાનો નિર્ણય જાહેર કરતા રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા