મોરબી : મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામે સેલટોસ સિરામિક કારખાનામાં કામ કરતા ઈશ્વરભાઈ લીલાધરાભાઈ માલી ઉ.વ.50 નામના આધેડે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેનું મોત નિપજતા તેના પરિવારમાં અરેરાટી મચી ગઇ છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.