Monday - Feb 17, 2025

ટંકારાના બંગાવડી ગામે પાણી માંગો તો દૂધ હાજર !તમામ સુવિધાઓથી 2400ને કાયમ લીલાલહેર

ટંકારાના બંગાવડી ગામે પાણી માંગો તો દૂધ હાજર !તમામ સુવિધાઓથી 2400ને કાયમ લીલાલહેર

મોરબી જિલ્લામાં આપણે બધા ગામોની ઓચિંતી વિઝીટ લેતા ઘણા ગામોમાં ખૂબીઓ કરતા ખામીઓ વધારે દેખાય છે.આમુક ગામો તો ભાંગી પડ્યા જ્યારે બીજા કેટલાક ગામો હિજરત થવાની તૈયારીમાં છે. શહેર કરતા હમેશા ગામમાં લીલીછમ વનરાઈ અને શુદ્ધ હવાની દુહાય દેવામાં આવે છે. પણ હકીકતમાં ઘણા ગામોની હવા આસપાસના ઔદ્યોગિકીકરણને કારણે પ્રદુષિત થઈ ગઈ છે.આ નિરાશાના અંધકાર વચ્ચે એક આશાનું કિરણ ઊગ્યું હોય એમ જિલ્લાનું અત્યાર સુધીનું એક એવું ગામ કે જ્યાં હજુ સુધી એકેય પીડા ગ્રામજનોએ સ્પર્શી શકી નથી એવું સરપંચ છાતી ઠોકીને કહે છે. આ ગામ છે, ટંકારાનું બંગાવડી ગામ.

ટંકારાના બંગાવડી ગામના સરપંચ વિનુભાઈ સવજીભાઈ દેત્રોજાએ જણાવ્યું હતું કે, આ ગામ 100 વર્ષ જૂનું  અને 2400ની વસ્તી 1થી8 પ્રાથમિક સ્કૂલ અને 10 સુધી હાઇસ્કુલનું શિક્ષણ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, હજુ પણ 2400ની વસ્તી ખેતી પર નભે છે. એનું કારણ એ છે કે, ગામમાં બંગાવડી ડેમમાંથી સિંચાઇની પૂરતા પ્રમાણમાં સુવિધાઓ હોવાથી ગામની તમામ ખેતી હરિભરી રહે છે અને ખેડૂતો ત્રણે ત્રણ સિઝનનો પાક લઈ શકે છે. સો ટકા ગામ અંદર અને બહારના પાકા રોડ, ગટર, પાણી, લાઈટ, કચરા કલેક્શન માટે વાહન એટલે સફાઈની પૂરતી સુવિધા, સ્કૂલ, દવાખાનું તેમજ પીવાના પાણીની કોઈ જાતની ગ્રામજનોને પીડા નથી. જ્યારે ગામની નદી કાંઠે બેઠો પુલ બનાવની અરજી પેન્ડિગ હોય પણ 5 કરોડના ખર્ચે એની પણ મંજૂરી મળી જતા હવે ગામને કોઈ જાતની પીડા નથી. આ ગામથી અન્ય ગામને જોડતા માર્ગો પણ પાકા હોવાથી ગ્રામજનોને કોઈ વાતનું દુઃખ નથી.

ગામના રામાપીરના મંદિર પાસે બાગ બગીચા છે

સરપંચના કહેવા મુજબ તેમના ગામની પાદરમાં રામદેવપીરનું મંદિર આવેલું હોય ત્યાં મોરબી શહેરમાં પણ ન હોય એવા સારા લીલાછમ ઉપવાસ એટલે બાગ બગીચા છે. આ બાગમાં ખાલી બાળકો જ નહીં ગ્રામજનો પણ આનંદ માણે છે. તેમજ 40 વર્ષથી અહિયાં ધુમાડા બંધ ગામ જમાડવામાં આવે છે.