Saturday - Jun 27, 2026

વાંકાનેરમાં યુવાન પર ત્રણ શખ્સોએ હુમલો કરી જૂની અદાવતનો ખાર ઉતાર્યો

વાંકાનેરમાં યુવાન પર ત્રણ શખ્સોએ હુમલો કરી જૂની અદાવતનો ખાર ઉતાર્યો

વાંકાનેર : વાંકાનેર શહેરના આરોગ્યનગરમાં રહેતા ફરિયાદી રફીકભાઈ ઉમરભાઈ સદવાણી ઉ.વ.27ને થોડા સમય પૂર્વે આરોગ્યનગરમાં જ રહેતા આરોપી જતીન લાલજીભાઇ સારદિયા, મેરુભાઈ લાલજીભાઇ સારદિયા અને આરોપી દિપક ગિરધરભાઈ સારદિયા સાથે બોલાચાલી ઝઘડો થયો હોય જે બાબતનો ખાર રાખી આરોપીઓએ વાંકાનેરના બસસ્ટેન્ડ પાસે ઝઘડો કરી લાકડાનો ધોકો ફટકારી કેસ કરીશ કે કોઈને કહીશ તો જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે વાંકાનેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.