Tuesday - May 05, 2026

મોરબીમાં રૂપાલા આગમન પહેલા જ બેનરો ફાડી નખાયા : પોલીસનો ચુસ્ત બંદોબસ્ત વિરોધ પ્રદર્શન કરે તે પહેલા જ પોલીસે ક્ષત્રિય સમાજના આગેવાનોને નજરકેદ કર્યાની ચર્ચા

મોરબીમાં રૂપાલા આગમન પહેલા જ બેનરો ફાડી નખાયા : પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

વિરોધ પ્રદર્શન કરે તે પહેલા જ પોલીસે ક્ષત્રિય સમાજના આગેવાનોને નજરકેદ કર્યાની ચર્ચા

રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો રોષ ચરમસીમાએ પહોંચી ગયો છે. ત્યારે આજે રૂપાલા મોરબી આવવાના હોય તેમના આગમનને ઉમળકાભેર વધાવવા માટે ઠેરઠેર લાગેલા બેનરો-પોસ્ટરોને કેટલાક વ્યક્તિઓએ ફાડી નાખી શાંતિમાં પલિતો ચાપવાનો હીન પ્રયાસ કર્યો હતો. જ્યારે ક્ષત્રિય સમાજના આગેવાનોએ આજ સવારથી વિરોધ પ્રદર્શન કરે એ પહેલા નજરકેદ કરી દીધા હોવાનો આક્ષેપ કર્યો છે.

મોરબીમાં રૂપાલા આગમન પહેલા જ બેનરો ફાડી નખાયા : પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

વિરોધ પ્રદર્શન કરે તે પહેલા જ પોલીસે ક્ષત્રિય સમાજના આગેવાનોને નજરકેદ કર્યાની ચર્ચા

મોરબીમાં આજે સાંજે રૂપાલા ચૂંટણી પ્રચાર અર્થે નિર્ધારિત સમયે આવી પહોંચશે. તેથી મોરબી સમગ્ર ભાજપ પરિવાર તેમજ અન્ય સમર્થકો અને સીરામીક ઉધોગ પણ એમને આવકારવા માટે તેમના ફોટા સાથે ઠેરઠેર બેનરો અને પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. જો કે હાલમાં રૂપાલા સામે ચાલી રહેલા જબરદસ્ત વિરોધને લઈને અમુક જગ્યાએ રાતોરાત તેમના બેનરો-પોસ્ટરો ફાડી નાખવામાં આવ્યા છે. પણ આ બેનરો કોણે ? અને શું કામ ફાડયા ? એનું ચિત્ર સ્પષ્ટ થયું  નથી. હાલ રૂપાલા સામે જે વિરોધ વંટોળ ચાલી રહ્યો હોય એને ધ્યાને લઈને પોલીસે ગુપ્ત રીતે રૂપાલાની રેલી અને મહાસભામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શકમંદો ઉપર એક્શન લેવાનું શરૂ કરી ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે.