Saturday - Jul 04, 2026

હળવદમા મકાન પાસે મોટર સાયકલ રાખવા મામલે આધેડને લોખંડનો પાઇપ ફટકાર્યો

હળવદમા મકાન પાસે મોટર સાયકલ રાખવા મામલે આધેડને લોખંડનો પાઇપ ફટકાર્યો

હળવદ : હળવદ શહેરના નાડોદા વાસ નજીક રહેતા ફરિયાદી વિષ્ણુભાઈ ખીમશંકરભાઈ જોશી ઉ.58 નામના આધેડ ઘર પાસે બાઈક પાર્ક કરવા બાબતે આરોપી કરણ નવીનભાઈ ચાવડા રહે. દરબાર નાકા પાસે, હળવદ વાળાએ ઝઘડો કરી લોખંડના પાઇપ વડે હુમલો કરી ગાલ ઉપર મૂંઢ ઇજા કરી જમણા હાથમાં ફ્રેક્ચર કરી નાખતા બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.