Saturday - Jul 04, 2026

મોરબીમાં હવે વરસાદી પાણીની સમસ્યાનો આવશે અંત : 76 કરોડનો સ્ટ્રોંમ વોટર પ્રોજેક્ટ મંજુર

મોરબીમાં હવે વરસાદી પાણીની સમસ્યાનો આવશે અંત : 76 કરોડનો સ્ટ્રોંમ વોટર પ્રોજેક્ટ મંજુર

નીચાણવાળા વિસ્તારો લાયન્સ નગર, વીસીપરા, અમરેલી વિસ્તાર રણછોડ નગર અને અન્ય વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર નેટવર્ક નાખવામાં આવશે

મોરબી : મોરબીમાં વર્ષોથી વરસાદી પાણી ભરાવવાની ગંભીર સમસ્યાથી પીડાતા લોકો માટે આ સમસ્યાથી કાયમી મુક્તિના ઉજળા સંજોગો સામે આવ્યા છે. જેમાં ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ મિશન દ્વારા મોરબીમાં વરસાદી પાણીના નિકાલ માટે મહત્વના 
76 કરોડના સ્ટ્રોંમ વોટર પ્રોજેક્ટને સતાવાર મંજુરી આપવામાં આવી છે. જેમાં નીચાણવાળા વિસ્તારો લાયન્સ નગર, વીસીપરા, અમરેલી વિસ્તાર રણછોડ નગર અને અન્ય વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર નેટવર્ક નાખવામાં આવશે.

મોરબીમાં હવે વરસાદી પાણીની સમસ્યાનો આવશે અંત : 76 કરોડનો સ્ટ્રોંમ વોટર પ્રોજેક્ટ મંજુર

મોરબીના નીચાણવાળા વિસ્તારો જેવા કે લાયન્સ નગર, વીસીપરા, અમરેલી વિસ્તાર, રણછોડ નગર અને અન્ય વિસ્તારોમાં હવે કાયમી વરસાદી પાણી ભરાવવાની સમસ્યામાંથી મુક્તિ મળે તેવા ગુડ ન્યુઝ સામે આવ્યા છે. જેમાં ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ મિશન દ્વારા મોરબીમાં વરસાદી પાણીના નિકાલ માટે મહત્વના 
76 કરોડના સ્ટ્રોંમ વોટર પ્રોજેક્ટને સતાવાર મંજુરી આપવામાં આવી છે. આ વિસ્તારોમા વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર નેટવર્ક નાખવામાં આવશે. આ પ્રોજેક્ટથી ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યામાંથી લોકોને મુક્તિ મળશે તેવી આશા બંધાણી છે. જેનાથી કાયમી અવરજવર કરતા લોકોને આ પ્રોજેક્ટમાં મુશ્કેલી નો અંત દેખાઈ રહ્યો છે. મોરબી મહાનગરપાલિકા દ્વારા આ જટિલ સમસ્યાના કાયમી નિરાકરણ માટે સર્વે કરવામાં આવ્યો હતો અને તારીખ 23/4/2025 ના રોજ સરકારને રૂપિયા 76 કરોડની દરખાસ્ત મોકલવામાં આવી હતી જે બાદ તારીખ 22/8/2025ના રોજ (જી.યુ.ડી.એમ.) દ્વારા આ પ્રોજેક્ટને મંજુરી આપવામાં આવી હતી,

આ સ્ટ્રોમ વોટર પ્રોજેક્ટ અંતર્ગત લાયન્સ નગર મેઇન રોડ, અમરેલી વિસ્તાર, ગુજરાત મેરી ટાઈમ મેઇન રોડ, અને મદીનાપરા, વીસીપરા, મહેન્દ્રપરા, કન્યા છાત્રાલયથી શનાળા રોડ,કન્યા છાત્રાલયથી ધુતારી ડ્રેઈન, નવલખી હાઇવેથી ધુ તારી ડ્રેઇન, આલાપાર્ક સોસાયટી, કમલપાર્ક સોસાયટી, અને વૃષભનગરમાં સ્ટ્રોમ વોટર લાઈન નાખવામાં આવશે. આ પ્રોજેક્ટથી આગામી સમયમાં મોરબીના નાગરિકોને વરસાદી પાણી ભરાવવાની સમસ્યામાંથી કાયમી મુક્તિ મળશે.