Saturday - Jul 04, 2026

સિરામિક પ્રોડક્ટ પર લાગતો જીએસટી ૧૮ % થી ઘટાડીને ૫ % કરવાની માંગણી

સિરામિક પ્રોડક્ટ પર લાગતો જીએસટી ૧૮ % થી ઘટાડીને ૫ % કરવાની માંગણી

મોરબી ઉદ્યોગોના પ્રશ્નોને લઈને લઘુ ઉદ્યોગ ભારતીના પ્રતિનિધિ મંડળની ગુજરાતના નાણાં મંત્રી અને ઉદ્યોગ મંત્રી સાથે બેઠક યોજાઈ

મોરબી : મોરબી ઉદ્યોગોના પ્રશ્નોને લઈને લઘુ ઉદ્યોગ ભારતીના પ્રતિનિધિ મંડળની ગુજરાતના નાણાં મંત્રી અને ઉદ્યોગ મંત્રી સાથે બેઠક યોજાઈ હતી. જેમાં સિરામિક પ્રોડક્ટ પર લાગતો જીએસટી ૧૮ % થી ઘટાડીને ૫ % કરવાની માંગણી કરાઈ હતી.

ગાંધીનગર ખાતે લઘુ ઉદ્યોગ ભારતી – ગુજરાત પ્રદેશ અને મોરબી જિલ્લાના હોદ્દેદારોએ નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ તથા ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત સાથે મુલાકાત કરી હતી. આ પ્રતિનિધિ મંડળે સિરામિક પ્રોડક્ટ પર લાગતો જીએસટી ૧૮% થી ઘટાડીને ૫% કરવાની તથા પેપરમિલ ઉદ્યોગને આપવામાં આવતી સબસીડી ચાલુ રાખવાની માંગણી કરી હતી.આથી આ બાબતે નાણાં મંત્રીએ હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો.
 

સિરામિક પ્રોડક્ટ પર લાગતો જીએસટી ૧૮ % થી ઘટાડીને ૫ % કરવાની માંગણી

ઉદ્યોગ મંત્રી સમક્ષ MSME કાયદામાં ૪૫ દિવસની અંદર ચુકવણીની જોગવાઈથી મોરબીના મિડિયમ એન્ટરપ્રાઇઝને પડતી કેશફ્લોની સમસ્યાઓ રજૂ કરી સુધારા કરવાની માંગણી કરવામાં આવી હતી. મંત્રીએ આગામી બેઠકમાં વિગતવાર ચર્ચા કરી હિતકારી નિર્ણય લેવા માટે સહકાર આપવાની ખાતરી આપી હતી.