મોરબી : મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ હોલીસ સિરામિક ફેક્ટરીમાં કામ કરતા અને અહીં જ લેબર કવાટર્સમાં રહેતા મુન્નાપ્રસાદ સીતારામપ્રસાદ તાતી ઉ.51 નામના આધેડ બે દિવસથી રૂમમાં જ હોય કોઈ કારણોસર મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.