Saturday - May 16, 2026

વાંકાનેર નજીક કાર આંતરી ધાર્મિક વીડિયો કેમ ફોરવર્ડ કરે છે કહી આધેડ પર લોખંડના પાઈપથી હુમલો

વાંકાનેર નજીક કાર આંતરી ધાર્મિક વીડિયો કેમ ફોરવર્ડ કરે છે કહી આધેડ પર લોખંડના પાઈપથી હુમલો

વાંકાનેર : વાંકાનેરના તિથવા રોડ પર રહેતા અને ચંદ્રપુર પાસે જંતુનાશક દવાની દુકાન ધરાવતા આધેડ કાર લઈને જતા હતા ત્યારે રાજાવડલા ગામ પાસે કારને આંતરી ત્રણ શખ્સોએ ધાર્મિક વીડિયો કેમ ફોરવર્ડ કરે છે કહી લોખંડના પાઇપ વડે માર માર્યો હતો. આ ઉપરાંત અન્ય ત્રણ શખ્સોએ આધેડની દુકાને જઈ વીડિયો બાબતે ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે ફરિયાદી હુસેનભાઈ ઈબ્રાહીમભાઈ ગઢવારા ઉ.52 રહે.તિથવા રોડ, વાંકાનેર વાળાએ આરોપી 1. સાહિદહુસેન અમીયલભાઇ વકાલીયા, 2. જુબેર ઇકબાલભાઇ તરકબાણ અને 3.લતિફ અમીયલભાઇ રહે.રાજાવડલા, 4. સોયબ વારસી રહે.વાંકાનેર, 5.હનિફ મતવો રહે.વાંકાનેર અને આરોપી 6. સફિર અબ્બાસભાઇ ગઢવારા રહે.ટોળ તા. વાંકાનેર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, આરોપી સાહિદ, જુબેર અને લતીફે ગત તા.29ના રોજ સાંજના સમયે રાજાવડલા રોડ ઉપર તેમની કાર આંતરી ધાર્મિક વીડિયો કેમ ફોરવર્ડ કરે છે કહી લોખંડના પાઈપ વડે માર મારી ઇજાઓ પહોંચાડી હતી. આ ઉપરાંત આરોપી સોયબ, હનીફ અને સફીરે તેમની દુકાને આવી હવે વીડિયો ફોરવર્ડ કરીશ તો ટાંટિયા ભાંગી નાંખશું તેવી ધમકી આપતા તમામ વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.