પટેલ કન્યા છાત્રાલય ખાતે વક્તા શૈલેષ સગપરિયા સરદાર કથાનું રસપાન કરાવશે
મોરબી : આધુનિક ભારતના નિર્માતા અને અખંડિતતાના પ્રતિક શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ કે જેઓએ શબ્દોથી નહીં પણ કર્તવ્યથી પોતાની ઓળખ ઉભી કરી છે. જેમના વિચારો આજે પણ સૌના માટે દીવાદાંડી સમાન છે. આવા મહાપુરુષના જીવનના પ્રસંગોમાંથી એકતા, નેતૃત્વ અને સમાજસેવાના પાઠ શીખવા જરૂરી છે ત્યારે મોરબીમાં આગામી તારીખ 5, 6 અને 7 જાન્યુઆરીના રોજ સરદાર કથાનું આયોજન કરવામાં આવ્યું છે.
મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન દ્વારા તારીખ 5 થી 7 જાન્યુઆરી ત્રણ દિવસ રાત્રે 9 તી 12 વાગ્યા સુધી મોરબીના નવા બસ સ્ટેન્ડ પાછળ આવેલી પટેલ કન્યા છાત્રાલય ખાતે આ સરદાર કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વક્તા તરીકે શૈલેષભાઈ સગપરીયા ઉપસ્થિત રહીને સરદાર પટેલ સાહેબના જીવન વિશેની જાણી-અજાણી વાતોનું રસપાન કરાવશે. તો આ સરદાર કથાનો લ્હાવો લેવા નિર્શિવ ફાઉન્ડેશન ટ્રસ્ટ, કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ મોરબી અને ગોપાલભાઈ ચમારડી દ્વારા સૌને આમંત્રણ પાઠવાયું છે.