મોરબી : મોરબી શહેરના વજેપર વિસ્તારમાં રહેતા યુવાને મિત્રએ લીધેલા પૈસાની જવાબદારી લીધા બાદ મિત્ર પૈસા પરત ન આપતો હોવાથી ચાર આરોપીઓએ યુવકને લાતી પ્લોટમાં લઈ જઈ ઝઘડો કરી છરી તેમજ ધારીયા વડે ઇજાઓ પહોંચાડતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી શહેરના વજેપર વિસ્તારમાં નર્મદા હોલ પાસે રહેતા સાહિલ ઇશાકભાઈ દલવાણી ઉ.20 નામના યુવકે આરોપી સમીર ઉર્ફે ધમો ઇબ્રાહિમભાઈ લંજા, તોફિક ઇબ્રાહિમભાઈ લંજા, સમીર ઉર્ફે ધમો ઇબ્રાહિમભાઈ લંજાનો મિત્ર અને તોફિકના મિત્ર એવા અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગઈકાલે સવારે ફરિયાદી રામચોક પાસે આવેલ શેરડીની દુકાને હતો ત્યારે આરોપી તોફિક અને અન્ય એક અજાણ્યો શખ્સ આવ્યા હતા અને કહ્યું હતું કે તારો મિત્ર નૈતિક પૈસા આપતો નથી. જેથી તું મારા ભાઈ સાથે વાતચીત કરવા ચાલ તેમ કહી મોટર સાયકલ પર બેસાડી લાતીપ્લોટમાં લઇ ગયા હતા જ્યાં છરી તેમજ ધારીયા વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી.ઘટના અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.