મોરબી:- મોરબીમાં ગઈકાલે સાંજે જુના બસ સ્ટેન્ડ પાસે એક વ્યક્તિ દ્વારા કાર રોકી કારના બોનેટ ઉપર પગ રાખી જેમતેમ બોલતો હતો અને પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવતો હતો જે વાતની જાણ મોરબી એ ડિવિઝન પોલીસને થતા ત્યાં પોલીસે પહોંચી તે વ્યક્તિને પકડી પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરતા તેને પોતાનું નામ જીતેશ ઉર્ફે જીતુ હસમુખ મીરાણી જણાવ્યું હતું અને પોતે જાતે લોહાણા ઉંમર વર્ષ 49 રહે વાઘપરા શેરી નંબર 10 મોરબી વાળા હોવાનું જણાવ્યું હતું.
વધુમાં પોલીસે તેની હરકતો જોતા તેને માનસિક અસામાન્ય સ્થિતિ લાગતા તેના સંબંધીનો સંપર્ક કર્યો હતો અને તેના ભાઈ પોલીસ સ્ટેશન આવી જીતું મીરાણી માનસિક અસ્થિર હોવાનું જણાવ્યું હતું આ પહેલા એક વર્ષ જેટલો સમય તેને યદુનંદન આશ્રમ લીલાપર રોડ ખાતે રાખવામાં આવેલ હતો તેમ જ અલગ અલગ હોસ્પિટલમાં સારવાર ચાલુ હોવાનું તેમને જણાવ્યું હતું. જેથી તેમના ભાઈનું વિગતવાર નિવેદન લઈ યદુનંદન આશ્રમ ખાતેથી ખરાઈ કરી જીતુ મીરાણીને તેમના ભાઈ સાથે યદુનંદન આશ્રમ લીલાપર રોડ ખાતે વધુ સારવારમાં મોકલી આપવામાં આવ્યો હતો તેમ પોલીસની યાદીમાં જણાવ્યું છે.