સાત વર્ષમાં જૂન-ઓગસ્ટ કરતાં સપ્ટેમ્બર પછી વધુ વરસાદ : 2019માં 590 સામે 585 મિમી અને 2024માં 543 સામે 544 મિમી સાથે બંને તબક્કા વચ્ચે જોરદાર ટક્કર
(RB ન્યુઝ એનાલીલીસ રવિ બરાસરા) : મોરબી જિલ્લામાં છેલ્લા દાયકાના વરસાદના આંકડા ચોમાસાના એક રસપ્રદ ચિતાર આપે છે. ખાસ કરીને મોરબીમાં ભૌગોલિક પરિસ્થિતિ અને આબોહવાની અસરથી વરસાદની પેટર્ન બદલાય છે. જેમાં ખાસ એક દાયકામાં સપ્ટેમ્બર પછી ચોમાસાના અંતિમ તબબકામાં સાત વખત મેઘરાજાએ ધમાકેદાર ઇગીન ખેલી ચોમાસાનું ચિત્ર ઉજળું કરી દીધું હતું. 2016થી 2025 દરમિયાનના આંકડાની સરખામણી કરીએ તો 10માંથી 7 વર્ષમાં જૂનથી ઓગસ્ટની સરખામણીએ સપ્ટેમ્બરથી ચોમાસાના અંત સુધી વધુ વરસાદ નોંધાયો છે. એટલે ચોમાસાની શરૂઆતના ત્રણ મહિનામાં વરસાદ ઓછો કે સામાન્ય રહ્યો હોય તેવા વર્ષોમાં પણ સપ્ટેમ્બર બાદ ભાદરવે અષાઢ જામ્યો હોય એટલો વધુ વરસાદ પડ્યો હોવાનું સરકારી આંકડા દર્શાવી રહ્યા છે.
આંકડામાં 2016માં જૂનથી ઓગસ્ટ દરમિયાન 320 મિમી સામે સપ્ટેમ્બર બાદ 138 મિમી વરસાદ થયો હતો, પરંતુ 2017માં 530 સામે 241 મિમી, 2018માં 195 સામે 81 મિમી અને 2020માં 815 સામે 310 મિમી હોવાથી આ ચાર વર્ષમાં શરૂઆતનો તબક્કો વધુ વરસાદી રહ્યો હતો. તેની સામે 2019, 2021, 2022, 2024 અને 2025 ઉપરાંત 2016-18ના આંકડા સાથેની સીધી ગણતરી મુજબ કુલ સાત વર્ષમાં સપ્ટેમ્બર પછીનો તબક્કો વધુ રહ્યો છે.
સપ્ટેમ્બર પછી વરસાદ વધવાના આ ટ્રેન્ડમાં સૌથી મોટો ઉછાળો 2019માં જોવા મળ્યો હતો, જ્યારે જૂનથી ઓગસ્ટના 590 મિમી સામે સપ્ટેમ્બર બાદ 585 મિમી વરસાદ પડ્યો હતો. 2024માં તો બંને તબક્કાનો વરસાદ લગભગ સરખો રહ્યો હતો. જૂનથી ઓગસ્ટના 543 મિમીની સામે સપ્ટેમ્બર બાદ 544 મિમી વરસાદ સાથે માત્ર 1 મિમીનો તફાવત રહ્યો હતો.
2025માં જૂનથી ઓગસ્ટ સુધી 395 મિમી વરસાદ થયો હતો, જ્યારે સપ્ટેમ્બર બાદ 357 મિમી નોંધાયો હતો. એટલે 2024ની જેમ સપ્ટેમ્બર પછી વરસાદે ચોમાસાને મોટો વેગ આપ્યો હોવા છતાં 2025માં શરૂઆતના ત્રણ મહિનાનો વરસાદ 38 મિમી જેટલો વધુ રહ્યો હતો. બીજી તરફ 2024માં સપ્ટેમ્બર બાદનો વરસાદ 2025 કરતાં 187 મિમી વધુ રહ્યો હતો. સમગ્ર દાયકામાં 2019નો 1,175 મિમી વરસાદ સૌથી વધુ રહ્યો હતો, જ્યારે 2018માં માત્ર 276 મિમી સાથે સૌથી ઓછો વરસાદ નોંધાયો હતો. 2020માં 1,125 મિમી અને 2024માં 1,087 મિમી વરસાદ નોંધાતા આ બંને વર્ષ પણ ભારે વરસાદવાળા વર્ષોમાં રહ્યા હતા.
દાયકાના વરસાદના આંકડા
વર્ષ| જૂનથી ઓગસ્ટ સુધીનો વરસાદ| સપ્ટેમ્બરથી અંત સુધીનો વરસાદ| કુલ વરસાદ| સ્થિતિ
2016| 320 મિમી| 138 મિમી| 458 મિમી| અલ્પ વરસાદ
2017| 530 મિમી| 241 મિમી| 771 મિમી| સામાન્યથી વધુ
2018| 195 મિમી| 81 મિમી| 276 મિમી| સૌથી ઓછો વરસાદ
2019| 590 મિમી| 585 મિમી| 1,175 મિમી| સૌથી વધુ વરસાદ
2020| 815 મિમી| 310 મિમી| 1,125 મિમી| અતિવૃષ્ટિ
2021| 410 મિમી| 271 મિમી| 681 મિમી| સામાન્ય ચોમાસું
2022| 485 મિમી| 311 મિમી| 796 મિમી| સામાન્યથી વધુ
2023| 620 મિમી| 169 મિમી| 789 મિમી| સામાન્યથી વધુ
2024| 543 મિમી| 544 મિમી| 1,087 મિમી| ભારે વરસાદ
2025| 395 મિમી| 357 મિમી| 752 મિમી| સામાન્યથી વધુ
2019માં બંને તબક્કે મેઘરાજાની લગભગ સરખી ઇનિંગ
2019માં જૂનથી ઓગસ્ટ સુધી 590 મિમી વરસાદ પડ્યો હતો, જ્યારે સપ્ટેમ્બરથી ચોમાસાના અંત સુધી 585 મિમી વરસાદ નોંધાયો હતો. એટલે બંને સમયગાળા વચ્ચે માત્ર 5 મિમીનો તફાવત રહ્યો હતો. આ જ વર્ષમાં કુલ 1,175 મિમી સાથે સમગ્ર દાયકાનો સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. એટલે 2019માં ચોમાસાના શરૂઆતના તબક્કાથી અંતિમ તબક્કા સુધી વરસાદની જોરદાર હાજરી રહી હતી.
સપ્ટેમ્બર પછી 2019માં દાયકાનો સૌથી વધુ વરસાદ
જૂનથી ઓગસ્ટ પછીના વરસાદની વાત કરીએ તો 2019માં સપ્ટેમ્બરથી ચોમાસાના અંત સુધી 585 મિમી વરસાદ નોંધાયો હતો, જે સમગ્ર દાયકામાં આ તબક્કાનો સૌથી મોટો આંકડો છે. ત્યારબાદ 2024માં 544 મિમી અને 2020માં 310 મિમી વરસાદ નોંધાયો હતો. એટલે સપ્ટેમ્બર પછી મેઘરાજાની સૌથી ધમાકેદાર ઇનિંગ 2019માં રહી હતી. 2024નો આંકડો પણ નોંધપાત્ર રહ્યો, કારણ કે જૂન-ઓગસ્ટમાં 543 મિમી પડ્યા બાદ સપ્ટેમ્બર પછી વધુ 544 મિમી વરસતાં માત્ર એક મિમીના અંતરે બંને તબક્કા રહ્યા.
જૂનથી ઓગસ્ટમાં પણ સારો અને સપ્ટેમ્બર પછી તો મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ
દાયકાના આંકડા દર્શાવે છે કે કેટલાક વર્ષોમાં વરસાદે ચોમાસાના અંતિમ તબક્કામાં જોર પકડ્યું તો કેટલાક વર્ષોમાં શરૂઆતથી જ સારો વરસાદ રહ્યો. 2019માં જૂન-ઓગસ્ટના 590 મિમી બાદ વધુ 585 મિમી, જ્યારે 2024માં 543 મિમી બાદ વધુ 544 મિમી વરસાદ નોંધાયો હતો. બીજી તરફ 2025માં શરૂઆતના 395 મિમી બાદ સપ્ટેમ્બર પછી 357 મિમી પડ્યા હતા. એટલે 2024ની સરખામણીએ 2025માં સપ્ટેમ્બર બાદનો વરસાદ 187 મિમી ઓછો રહ્યો. આ રીતે 2019 અને 2024 એવા બે વર્ષ રહ્યા જેમાં ચોમાસાના બંને તબક્કામાં એટલે જૂનથી ઓગસ્ટ સુધી અને ઓગસ્ટ પછી પણ વરસાદ લગભગ સમાન જોરે વધુ વરસ્યો અને સમગ્ર સિઝનના કુલ આંકડાને ઊંચાઈ આપી છે.