Friday - Aug 21, 2026

ટંકારા અને મોરબીમાં લાલપર જાંબુડીયા સહિતના વિસ્તારોમાં મેઘરાજાનું દે ધનાધન

ટંકારા અને મોરબીમાં લાલપર જાંબુડીયા સહિતના વિસ્તારોમાં મેઘરાજાનું દે ધનાધન

મોરબીમાં ભારે ગરમી અને બફાટ વચ્ચે  વાતાવરણમાં પલટો આવ્યા બાદ ટંકારામાં મેઘરાજાએ સટાસટી બોલાવી હતી..મોરબીના લાલપર જાંબુડીયા તથા મોરબીના સામાકાંઠા સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા.

મોરબી જિલ્લાના ટંકારા પંથકમાં વરસાદી ઝાપટા પડતા ગરમીમાં લોકોએ થોડી રાહત અનુભવી છે. તેમજ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં અને લાલપર જાંબુડીયા સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે.મોરબી શહેરમાં અમીછાટણા પડ્યા હતા. હજુ મેઘાડમર છવાયેલો વરસાદ પડવાની શકયતા છે.  જ્યારે આજે ઘણા દિવસો બાદ ચોમાસુ જામે એવા સંજોગો દેખાતા ખેડૂતોને પાક સોળ સાની  સારો જવાની આશા બંધાય છે.

ટંકારા અને મોરબીમાં લાલપર જાંબુડીયા સહિતના વિસ્તારોમાં મેઘરાજાનું દે ધનાધન