Friday - Jul 03, 2026

મોરબીના વાડી વિસ્તારની શાળાઓમાં મેડિકલ કેમ્પ યોજાયા

મોરબીના વાડી વિસ્તારની શાળાઓમાં મેડિકલ કેમ્પ યોજાયા

મોરબી : મોરબીના વાડી વિસ્તારની શાળાઓમાં ગત તા.૨૫ અને ૨૭ જુલાઇ એમ બે કેમ્પ યેજાયા હતા.જેમાં ડૉ.હસ્તલેખાબેન (હસ્તીબેન) મહેતાના ૧૮૯ અને ૧૯૦ માં કેમ્પોના સૌજન્ય માતુશ્રી ચારૂમતીબેન પ્રસન્નકુમાર જાની તથા આચાર્યા વિદ્યાબેન મહેતાની પુનિત યાદમાં ઘૂંચરવાડી પ્રાથમિક શાળા વાવડી રોડ, મોરબી ખાતે તેમજ યુનિક  સ્કૂલ, ઉમા ટાઉનશીપ પાસે મોરબી-૨ ખાતે એક દિવસીય કેમ્પોના આયોજન કરવામાં આવ્યા હતા.જે અંતર્ગત  કુલ સો થી પણ વધુ દર્દીઓને તપાસી, વજન કરીને જરૂરીયાત મુજબ ત્રણ દિવસની દવાઓ આપવામાં આવી હતી. ૬૦ થી વધુ દર્દીઓનું બ્લડ સુગર  તેમજ ૮૦ થી વધુ લોકોનું બીપી ચેકઅપ કરવામાં આવ્યુ હતુ.કેમ્પમાં જયસુખભાઈ ભાલોડિયા દ્વારા ૬૦ પણ વધુ વા, સાંધા, કમર , હાથ-પગ, હાડકાં દુઃખાવાના દર્દીઓને કુદરતે આપેલ પોઇન્ટ સારવાર આપીને દર્દીઓને રાહતની લાગણીનો અનુભ કરાવ્યો હતો.આ કેમ્પ સફળ બનાવવા માટે મનુભાઈ જાકસાણીયા, રતિલાલભાઈ ભાલોડિયા, જયેશભાઈ કાલરીયા તેમજ ઉમા ટાઉન શીપ સમગ્ર  રહેવાસીઓએ જહેમત ઉઠાવી હતી.

મોરબીના વાડી વિસ્તારની શાળાઓમાં મેડિકલ કેમ્પ યોજાયા