Wednesday - Nov 18, 2026

મોરબીમાં પ્રેમીએ વતન જવાની ના પાડતા ઓરિસ્સાની યુવતીનો ગળેફાંસો ખાઈ આપઘાત

મોરબીમાં પ્રેમીએ વતન જવાની ના પાડતા ઓરિસ્સાની યુવતીનો ગળેફાંસો ખાઈ આપઘાત

મોરબી : મોરબી તાલુકાના ઘુંટુ ગામની સીમમાં તળાવિયા શનાળા રોડ પર આવેલી કેડીલેક સિરામિક ફેક્ટરીના લેબર ક્વાર્ટરમાં રહેતી ઓરિસ્સાની 35 વર્ષીય યુવતીએ પ્રેમી સાથે વતન જવાની બાબતે મનદુઃખ થતાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે.

મૂળ ઓરિસ્સાના મયુરભંજ જિલ્લાની વતની સ્વપના પનુ દેહુરી (ઉં.વ.35) કેડીલેક સિરામિક ફેક્ટરીમાં પોતાના પ્રેમી બિષ્ણુ સાથે રહી મજૂરી કામ કરતી હતી. દરમિયાન સ્વપનાએ પોતાના વતન જવાની ઇચ્છા વ્યક્ત કરી પ્રેમીને વતન જવા જણાવ્યું હતું. જોકે, પ્રેમી બિષ્ણુએ વતન જવાની ના પાડતા સ્વપનાને લાગી આવ્યું હતું. જેથી તેણે લેબર કોલોનીના રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.