Tuesday - Jun 16, 2026

મોરબીના ખેડૂત આંદોલનને રાજ્યમાંથી પ્રચડ પ્રતિસાદ : હજારો કિશાનોની ટ્રેક્ટરો સાથે ગાંધીનગર તરફ કૂચ

મોરબીના ખેડૂત આંદોલનને રાજ્યમાંથી પ્રચડ પ્રતિસાદ : હજારો કિશાનોની ટ્રેક્ટરો સાથે ગાંધીનગર તરફ કૂચ

અમદાવાદની શાંતીપુરા ચોકડીએ હાલ ખેડૂતોનો રોકાણ બાદ થોડી વારમાં તમામ ખેડૂતો ગાંધીનગર જવા  નીકળશે

મોરબી : વીજલાઈનના વળતરના વિરોધમાં છેલ્લા 10 દિવસથી જેતપર ગામના લોકો દ્વારા આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. જેતપર ગામથી શરૂ થયેલું આ આંદોલન હવે સમગ્ર રાજ્યમાં પ્રસરી ગયું છે અને તેની વ્યાપક અસર જોવા મળી રહી છે. આજે રાજ્યના જુદા-જુદા વિસ્તારોમાંથી ખેડૂતોએ પોતાના ટ્રેક્ટરો સાથે અમદાવાદ ખાતે પડાવ નાખ્યો છે. થોડી જ વારમાં આ ખેડૂતો ગાંધીનગર કૂચ કરવા જઈ રહ્યા છે.

હેવી વીજલાઈનના વિરોધમાં મોરબી જિલ્લામાં લાંબા સમયથી ખેડૂતો શાંતિપૂર્ણ રીતે કિશાન સંઘર્ષ સમિતિ અને કિશાન કોંગ્રેસના સાથ સહકારથી લડત આપી રહ્યા છે જેમાં મોરબી તાલુકાના જેતપર ગામે વીજ કંપનીએ દાદાગીરી આચરી પોલીસ પ્રોટેક્શન સાથે નિર્દોષ ખેડૂતો અને મહિલાઓ પર લાઠીઓ વરસાવતા ખેડૂતો પર થયેલા દમન બાદ જનક્રાંતિ આવી હોય તેવી સ્થિતિમાં હવે ખેડૂતો કંપની, પોલીસ અને વહીવટીતંત્રના અન્યાય સામે લડવા મક્કમ બની 15 જૂને ગાંધીનગર ખાતે ટ્રેકટર રેલી યોજવા એલાન કર્યું હતું.એલાન મુજબ જ ગાંધીનગર ખાતે રેલી યોજવા રવિવારે સવારથી મોરબી જિલ્લામાંથી ખેડૂતોએ ગાંધીનગર તરફ કૂચ કરી હતી. મોરબી જિલ્લાના જેતપર, ટંકારા, હળવદ સહિતના વિસ્તારોમાંથી જ 250થી વધુ ટ્રેક્ટરો સાથે ખેડૂતો આ આંદોલનમાં જોડાયા છે. આ વિરોધ પ્રદર્શનમાં અંદાજે 1500 જેટલા ટ્રેક્ટરો સાથે ખેડૂતો એકઠા થયા છે. હાલમાં મોટાભાગના ટ્રેક્ટરો અમદાવાદની શાંતિપુરા ચોકડી ખાતે ભેગા થયા છે, જ્યાંથી તેઓ 11 વાગ્યાની આસપાસ આગળ વધીને ગાંધીનગર તરફ કૂચ કરશે.

ખેડૂત આંદોલનને વેગ આપવા માટે જેતપર ગામની 125થી વધુ બહેનો પણ આજે સવારે 2 બસો દ્વારા આ વિરોધ પ્રદર્શનમાં જોડાવા માટે રવાના થઈ છે. આ તમામ ખેડૂતો અંદાજે 12 વાગ્યાની આસપાસ ગાંધીનગર ખાતે પહોંચશે અને ત્યાં પોતાનો વિરોધ પ્રદર્શિત કરશે. મહત્વનું છે કે, અત્યાર સુધી ખેડૂતોને ક્યાંય રોકવામાં આવ્યા નથી અને પ્રદર્શન શાંતિપૂર્ણ રીતે આગળ વધી રહ્યું છે. પરંતુ ગાંધીનગર પહોંચ્યા બાદ સરકાર દ્વારા તેમને વિરોધ પ્રદર્શન કરવા દેવામાં આવશે કે કેમ, અને સરકાર આ ગંભીર મુદ્દે કેવો રવૈયો અપનાવે છે તે જોવાનું રહેશે.

ટ્રેકટર રેલી અંગે મોરબીના ખેડૂત અગ્રણી મહેશ રાજકોટિયાએ જણાવ્યું હતું કે, ખેડૂતોના હિતમાં આજે ગાંધીનગર ખાતે વિશાળ ટ્રેકટર રેલી યોજી સરકારને ઢંઢોળવા પ્રયાસ કરવામાં આવશે.આજની રેલીમાં કિશાન સંઘર્ષ સમિતિ અને કિશાન કોંગ્રેસ અગ્રણી પાલ આંબલિયા, સુરતના જયેશ પટેલ,બહુચરજીથી લાલજી દેસાઈ અને ધારસભ્ય જીજ્ઞેશ મેવાણી જોડાયા છે. ઉલ્લેખનીય છે કે આ આંદોલનમાં ટંકારાથી 123 ટ્રેકટર, અમરાપર-ટોળથી 25 ટ્રેકટર, જેતપરથી 51 ટ્રેકટર, મોરબી- ઘુંટુથી 15 ટ્રેકટર, માળીયાથી 25 ટ્રેકટર, હળવદથી 15 ટ્રેકટર, કોંઢથી 151 ટ્રેકટર, બહુચરાજીથી 500 ટ્રેકટર, વાવ- થરાદથી 151 ટ્રેકટર, મહેસાણાથી 100 ટ્રેકટર, વલસાડ-સુરત -ભરૂચથી 151 ટ્રેકટર સાથે ખેડૂતો જોડાયા છે.