Friday - Apr 24, 2026

લોકશાહીની ચૂંટણી સંદર્ભે મોટાપાયે ફેરફાર : મોરબી જિલ્લા કલેકટર જી.ટી.પંડ્યા અને ડીડીઓ જાડેજાની બદલી

લોકશાહીની ચૂંટણી સંદર્ભે મોટાપાયે ફેરફાર : મોરબી જિલ્લા કલેકટર જી.ટી.પંડ્યા અને ડીડીઓ જાડેજાની બદલી

 લોકસભાની આગામી ચૂંટણીને ધ્યાને લઈને રાજ્ય સરકાર દ્વારા વહીવટી તંત્રના માળખામાં ધરખમ પરિવર્તન કરવામાં આવ્યા છે અને ઉચ્ચ અધિકારીઓની બદલીઓનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. જેમાં મોરબી જિલ્લા કલેકટર જી.ટી.પંડ્યા અને ડીડીઓ જાડેજાની બદલી કરવામાં આવી છે.

મોરબી જિલ્લા કલેકટર જી. ટી. પંડ્યાની દેવભૂમિ દ્વારકાના કલેકટર તરીકે અને તેમના સ્થાને અમદાવાદ ખાતે સ્ટેટ ટેકસ એડીશન કમિશ્નર તરીકે ફરજ બજાવતા કિરણ ઝવેરીની મોરબી જિલ્લા કલેકટર તરીકે નિમણુંક કરવામાં આવી છે જ્યારે મોરબી જિલ્લા વિકાસ અધિકારી ડી. ડી. જાડેજાને ગીર સોમનાથના કલેક્ટર તરીકે નિમણુંક કરવામાં આવી છે અને તેમના સ્થાને એટલે મોરબી જિલ્લા વિકાસ અધિકારી તરીકે વડોદરા અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર જે. એસ. પ્રજાપતિ નિમણુંક કરવામાં આવી છે.