Friday - Apr 24, 2026

ખાસ કેમ્પમાં આજે સૌથી વધુ 54 જેટલી મહિલાઓના નસબંધી ઓપરેશન કરાયા

ખાસ કેમ્પમાં આજે સૌથી વધુ 54 જેટલી મહિલાઓના નસબંધી ઓપરેશન કરાયા

:ભારત વિશ્વગુરુ બનવાની સૂફીયાણી વાતો વચ્ચે વ્યવસ્થાઓના અભાવે અને ખાસ કરીને સંવેદના દાખવામાં તંત્ર ખૂબ જ ઉણું ઉતરતા હળવદમાં સ્ત્રી નસબંધીના ઓપરેશન કરાવનાર મહિલાઓની કફોડી સ્થિતિની કડવી વાસ્તવિકતા સામે આવી છે. જેમા હળવદની સિવિલ હોસ્પિટલમાં એક પછી એક એમ 54 જેટલી મહિલાઓના સ્ત્રી નસબંધીના ઓપરેશન બાદ યોગ્ય વ્યવસ્થા કરવાને બદલે લોબીમાં મહિલાઓને સુવડાવી દેવામાં આવ્યાની અડધો કલાકમા રજા આપી દેવાય હોય પણ ઘરે જવા માટે વાહનની વ્યવસ્થા પણ ન કરાતા આ મહિલાઓની સ્થિતિ ગંભીર બની ગઈ હતી.

હળવદ શહેરની સિવિલ હોસ્પિટલમાં કલાસ વન ઓફિસરોની 99 ટકા જગ્યા વર્ષોથી ખાલી  હોય હળવદ પંથકના આર્થિક સ્થિતિ સારી ધરાવતા લોકો તો આવી સરકારી હોસ્પિટલમાં જતા જ ન હોય પણ શહેરમાં બે ટંકના પણ વાઘા હોય તેવા ઘણા સામાન્ય પરિવારોને કોઈપણ પ્રકારની આરોગ્ય સેવા માટે આ જ હોસ્પિટલમાં આવવાની મોટી મજબૂરી છે. ખાસ કરીને આ સિવિલ હોસ્પિટલમાં વર્ષોથી વસ્તી નિયત્રણ માટે દર મંગળવારે અને શનિવારે સ્ત્રી નસબંધીના ઓપરેશન માટે કેમ્પ યોજવામાં આવે છે. એ મુજબ આજે મંગળવારે પણ સ્ત્રી નસબધી માટે કેમ્પ યોજાયો હતો. જેમાં ગરીબ વર્ગની એક પછી એક એમ આખા દિવસમાં  સૌથી વધુ 54 જેટલી મહિલાઓને આશા વર્કરો દ્વારા આજે આ પ્રકારના ઓપરેશન માટે હળવદની સિવિલ હોસ્પિટલમાં લઈ આવવામાં અવી હતી. પણ હોસ્પિટલ તંત્રની આ કેમ્પમાં મોટી ખામી સામે આવી હતી. જેમાં ગરીબ મહિલાઓના વારાફરતી સ્ત્રી નસબંધીના ઓપરેશન કરીને હોસ્પિટલમાં યોગ્ય બેડ પર ખાસ્સો સમય આરામ કરવાની વ્યવસ્થા કરવાને બદલે હોસ્પિટલ તંત્રએ જેમ જેમ મહિલાઓના ઓપરેશનો થતા ગયા એમ એમ તુરંત જ સર્જરી કરેલી મહિલાઓની ઘોર અવગણના કરીને એક પછી એક એમ ઘણી મહિલાઓને હોસ્પિટલની જાહેર લોબીમાં સુવડાવી દેવામાં  આવી હતી. એ પણ માત્ર અડધી કલાક પૂરતી જ.  આવા ગંભીર ઓપરેશન કર્યા બાદ મહિલાને ફક્તને ફક્ત આરામ જ કરવા દેવાનો  હોય પણ અહીં તંત્ર માનવતા ચૂક્યું હોય એમ અડધી કલાકમાં જ એ મહિલાઓને રજા આપી દેવાય હતી અને ઘરે સલામત રીતે પહોંચાડવા માટે વાહનની પણ કોઇ  વ્યવસ્થા કરવામાં આવી નથી. આ ઓપરેશનમાં સરકાર દ્વારા મહિલાઓને યોગ્ય આરામ તેમજ ઘરે પહોંચાડવા માટે વાહનોનો ભાડા ખર્ચ પણ  આપતો હોવા છતાં અહીંયા આવી કોઈ વ્યવસ્થા ન કરાતા એ પરિવારના સભ્યો અને આશા વર્કરોને ઓપરેશન થયલી મહિલાઓને મહાપરાણે ઉભી કરી અને હોસ્પિટલની બહાર સુધી ગંભીર હાલત વચ્ચે  ચલાવીને રીક્ષામાં બેસાડી ઘરે લઈ જવા  પડ્યા હતા અને રીક્ષામાં પણ રોડ સારા ન હોય  ખાડા ખબડાને કારણે એ પીડિત મહિલાઓના જીવ ઉપર જોખમ સર્જાય છે.