Friday - Apr 24, 2026

માળીયામાં એક કરોડથી વધુના ઈંગ્લીશ દારૂના જથ્થા ઉપર બુલડોઝર ફરી વળ્યું

માળીયામાં એક કરોડથી વધુના ઈંગ્લીશ દારૂના જથ્થા ઉપર બુલડોઝર ફરી વળ્યું

માળીયા મિયાણામાં પોલીસ દ્વારા ગત વર્ષ દરમિયાન વિદેશી દારૂના અલગ અલગ ગુનામાં પકડાયેલા એક કરોડથી વધુની કિંમતના ઈંગ્લીશ દારૂ બિયરના મોટાપાયે જથ્થા ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. જેમાં દારૂ બિયરની 59937 બોટલો પર બુલડોઝર ફેરવી દેવાતા દારૂની નદીઓ વહેતા પ્યાસીઓની મધલાળ ટપકતી જ રહી ગઈ હતી.

માળીયા મીયાણા પોલીસ દ્વારા 2022-2023ની સાલ દરમિયાન અલગ અલગ વિદેશી દારૂ બિયરના કુલ 27 જેટલા ગુનામાં વિદેશી દારૂ તથા બીયરની કુલ બોટલો નંગ 59937 કિંમત રૂપિયા 1,05,96,394 નો મુદામાલ પકડી લેવામાં આવ્યો હતો. આ પોલીસ દ્રારા પકડાયેલા વિદેશી દારૂના જથ્થાને કોર્ટ દ્વારા નાશ કરવાનો આદેશ અપાતા આજે માળીયાના જખરીયા પીર જવાના રસ્તે આવેલ પડતર ખરાબાની જગ્યામાં હળવદ સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટ સંદિપકુમાર વર્મા, નાયબ પોલીસ અધિક્ષક કે.એ.વાળા મોરબી વિભાગ, સર્કલ પોલીસ ઇન્સપેક્ટર એન.એ.વસાવા મોરબી અને સુપ્રીટેન્ડેન્ટ નશાબંધી અને આબકારી અધીકારી એચ.જે.ગોહીલ રાજકોટની હાજરીમાં 1 કરોડથી વધુ કિંમતના વિદેશી દારૂ બિયરના જથ્થાને નાશ કરવમાં આવ્યો હતો.