Thursday - Apr 16, 2026

મોરબીમાં હોસ્પિટલોનો બાયોવેસ્ટનો જાહેરમાં જોખમી રીતે નિકાલ

મોરબીમાં હોસ્પિટલોનો બાયોવેસ્ટનો જાહેરમાં જોખમી રીતે નિકાલ

મોરબી : મોરબીમાં સમાકાંઠા વિસ્તારમાં આવેલા કુળદેવી પાનની પાછળ સર્વિસ રોડના નાળા પાસે આજે બપોરના સમયે હોસ્પિટલનો બાયોવેસ્ટ કોઈ ફેંકી ગયું હોવાનુ સામે આવતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. આ બાયોવેસ્ટ નાળા પાસે ફેંકવામાં આવતા ત્યાં ગાયો આ વેસ્ટ ખાતી હોવાનું જોવા મળ્યું હતું. ત્યારે આ બાયોવેસ્ટ ખાવાથી ગાય અને અન્ય પશુઓને અનેક પ્રકારની ગંભીર બીમારીઓ થઈ શકે છે. તેમજ ખુલ્લામાં બાયોવેસ્ટ નાખવામાં આવતા ગંદકી પણ થાય છે. ત્યારે આમ અબોલ પશુઓના જીવન સાથે ચેડા કરવામાં આવી રહ્યા હોય ત્યારે આ બાબતે તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવે તેવી માગ ઉઠી છે.

મોરબીમાં હોસ્પિટલોનો બાયોવેસ્ટનો જાહેરમાં જોખમી રીતે નિકાલ