Thursday - Apr 16, 2026

માળિયામાં સર્ગભાને ખાટલામાં ઉચકીને કોઝવે પાર કરી હોસ્પિટલે પહોંચાડી

માળિયામાં સર્ગભાને  ખાટલામાં ઉચકીને  કોઝવે પાર કરી હોસ્પિટલે પહોંચાડી

મોરબી જિલ્લામાં છેલ્લા બે દિવસ સુધી પડેલા વરસાદના કારણે ઠેર-ઠેર પાણી-પાણી થઈ ગયા છે. સાથે જ મોરબી જિલ્લાના અનેક ગામડાઓમાં ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે તો બીજી બાજુ અનેક ગામોમાં નીચાણવાળા કોઝવે પરથી વધુ પાણી પસાર થવાના કારણે અવર-જવરના રસ્તાઓ પણ બંધ થઈ ગયા હતા. ત્યારે ગઇકાલે માળિયા મિયાણા તાલુકાના કુંતાસી ગામના ભાંભી દુર્ગાબેન પ્રકાશભાઈને અચાનક જ પ્રસૂતિની પીડા ઉપડતા હોસ્પિટલ લઈ જવાની સ્થિતિ ઉત્પન્ન થઈ હતી. પરંતુ વધુ વરસાદના કારણે કુંતાસી અને હજનાળી ગામ વચ્ચે આવેલા નીચાણવાળા કોઝવે પર વધુ પાણી પસાર થતું હોવાના કારણે કોઈપણ વાહન પસાર થઈ શકે તેમ નહતું. જેથી કુંતાસી ગામના સ્થાનિક લોકો મદદ માટે આગળ આવી મહિલાને ખાટલા પર બેસાડી કોઝવે પાર કરી હોસ્પિટલ લઈ જવાયા હતા.