મોરબી : મોરબીના નવલખી રોડ ઉપર રેલ્વે સ્ટેશન પાસે આવેલા આસ્થા અને શ્રધ્ધાના પ્રતિક સમાન શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા શ્રી ધક્કાવાળી મેલડી માઁ ચેરીટેબલ ટ્રસ્ટ-મોરબી આયોજીત નવમો સમૂહલગ્ન આગામી તા.૨૭-૪-૨૬ ને સોમવારે યોજાશે.
સમૂહલગ્નમાં હિન્દૂ સમાજની ૨૧ દીકરીઓ લગ્નગ્રંથીએ જોડાશે. સમૂહલગ્નમાં જોડાવવા સમૂહલગ્નના ફોર્મ તા.૧૦-૩-૨૬ સુધીમાં મંદિરેથી સાંજે ૪ થી ૬ માં મેળવી લેવાના રહેશે.માતા અથવા પિતા ગુમાવેલ તથા જરૂરીયાતમંદ પરિવારની દીકરીઓને પ્રથમ પસંદગી આપવામાં આવશે. આ સમૂહલગ્નમાં આર્થિક સહયોગ આપવા માટે મંદિરના ટ્રસ્ટી ધનુભા જાડેજા (મો.૯૭૨૬૨ ૨૮૨૦૨), વિનુભાઈ ડાંગર (મો.૯૮૨૫૯ ૧૩૬૧૫), શૈલેષભાઇ જાની (મો.૯૫૭૪૫ ૩૬૫૦૫) તેમજ ધીરૂભા જાડેજા, કિશોરભાઈ અગ્રાવત, રમેશભાઈ સાણંદિયા અથવા ભાવેશભાઈ મહેતાનો સંપર્ક કરવા યાદીમાં જણાવ્યુ છે.