Friday - Jul 17, 2026

ઘરેથી સિલાઈ કરવાનું કહ્યા બાદ પરિણીતા લાપતા

ઘરેથી સિલાઈ કરવાનું કહ્યા બાદ પરિણીતા લાપતા

મોરબી તાલુકા પોલીસ મથક ખાતે મૂળ ઓડિશાના અને હાલ મોરબી તાલુકાના અમરનગર ગામે આવેલ કોઝી સેનેટરીવેર્સ નામના કારખાનાના લેબર કવાટરમાં રહીને ત્યાં મજૂરી કામ કરતા દીવાકરભાઈ નિયાસીભાઈ પરિડા આદીવાસી (ઉમર ૩૧) એ જાહેર કર્યું હતું કે ગત તા.૨૮ મી ડિસેમ્બરના બપોરના ૩:૩૦ વાગ્યાના અરસામાં તેમના પત્ની નિયતિબેન દીવાકરભાઈ પરીડા (ઉમર ૨૩) ઘરેથી બહાર 'સિલાઈ કરાવવા માટે જાઉં છું.' તેમ કહીને નીકળ્યા હતા અને બાદમાં પરત આવેલ ન હોય ઘરમેળ શોધખોળ કરવામાં આવી હતી.છતાં પણ નિયતિબેનનો કોઈ અતોપતો લાગ્યો ન હોય હાલ પોલીસમાં જાણ કરવામા આવતા પોલીસે ગુમસુધા નોંધ દાખલ કરી છે.જેની આગળની તપાસ તે બીટ વિસ્તારના જમાદાર સી.કે.પઢિયાર તથા રાઇટર અરવિંદભાઈ ગડેશીયા ચલાવી રહ્યા છે.