Thursday - Oct 08, 2026

હળવદના મયુરનગર ગામે ગોડાઉનમાંથી દારૂ-બીયરના જથ્થા સાથે એક ઝડપાયો

હળવદના મયુરનગર ગામે ગોડાઉનમાંથી દારૂ-બીયરના જથ્થા સાથે એક ઝડપાયો

મોરબી : હળવદ પંથકમાં છેલ્લા કેટલાક સમયથી દારૂ જુગારની બદી  વધી ગઈ છે. ત્યારે મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીના માર્ગદર્શન નીચે મોરબી એલસીબીએ હળવદ તાલુકાના મયુર નગર ગામે સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને છાપો મારતા ઇંગલિશ દારૂ તથા બિયરનો જથ્થો કુલ મુદ્દા માલ ૭.૯૧ લાખનો ઝડપી  આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

હળવદ તાલુકાના મયુરનગર ગામે મોરબી એલસીબીને  બાતમી હતી કે વાડીના ગોડાઉનમાં ઇંગલિશ દારૂ બિયરનો જથ્થો રાખેલ છે જે અનુસંધાને એલસીબી રેઇડ કરતા  ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૯૩૮ તથા બીયર ટીન નંગ ૨૬૪ કુલ કિંમત રૂ ૭.૯૧.૪૪૬ નો કુલ મુદ્દામાંલ ઝડપી પાડ્યો હતો. આરોપી ભાનુભાઈ  ઉફૅ કાળુભાઈ ચંદુભાઈ ડાંગર રહે.મયુરનગર (વાટાવદર)તા,હળવદ પોતાની કબ્જા ભોગવાટ વાળી મયુરનગર ગામની સીમમાં આવેલ વાડીના ગોડાઉનમાંથી ઈંગ્લીશ દારૂ બીયર નો જથ્થો જુદીજુદી બ્રાન્ડ મેકડોવલ, જોની વોકર રેડ લેબલ વીસ્કી, બ્લેન્ડર પ્રાઈડ અલ્ટ્રા પ્રીમિયમ વ્હીસ્કી,ટબગૅ  સ્ટ્રોંગ પ્રીમિયમ બિયર ના ટીન  કુલ મુદામાલ ૭.૯૧.૪૪૬ નો કબ્જે કરેલ. આરોપીઓ વિરુદ્ધ હળવદ  પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.