Monday - Jun 29, 2026

મોરબીના ખાદ્યપદાર્થ વિક્રેતાઓને તાકીદે લાયસન્સ કઢાવી લેવા મનપાની તાકીદ

મોરબીના ખાદ્યપદાર્થ વિક્રેતાઓને તાકીદે લાયસન્સ કઢાવી લેવા મનપાની તાકીદ

મોરબી : મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખાએ ફૂડ લાયસન્સ અને રજીસ્ટ્રેશન મેળવવાની પ્રક્રિયાને વધુ સરળ અને પારદર્શક બનાવવા માટે માર્ગદર્શિકા જાહેર કરી છે.જેથી વેપારીઓ હવે ઘેર બેઠા જ પોતાનું ફૂડ લાયસન્સ મેળવી શકશે. તમામ નાના-મોટા ખાદ્યપદાર્થના ધંધાર્થીઓ જેવા કે મીઠાઈ-ફરસાણના વેપારીઓ, હોટેલ-રેસ્ટોરન્ટ સંચાલકો, કરિયાણાના વેપારી, ડેરી પાર્લર, આઈસ્ક્રીમ વિક્રેતા તેમજ લારી-ગલ્લા ધારકોએ ફરજિયાતપણે ફૂડ રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. જે વેપારીઓએ હજુ સુધી રજીસ્ટ્રેશન નથી કરાવ્યું, તેઓને તાત્કાલિક ધોરણે ઓનલાઈન પ્રક્રિયા પૂર્ણ કરવા તાકીદ કરાઈ છે.

મોરબીના ખાદ્યપદાર્થ વિક્રેતાઓને તાકીદે લાયસન્સ કઢાવી લેવા મનપાની તાકીદ