Wednesday - May 06, 2026

હળવદમાં રિલ્સ જોવા મામલે માતાના વેણ કડવા ઝેર જેવા લાગતા પુત્રએ ફાંસો ખાધો

હળવદમાં રિલ્સ જોવા મામલે માતાના વેણ કડવા ઝેર જેવા લાગતા પુત્રએ ફાંસો ખાધો

હળવદ : હળવદ તાલુકાના સરંભડા ગામે ખેતમજૂરી કરતા મધ્યપ્રદેશના વતની પરિવારનો યુવક મોબાઈલમા રિલ્સ જોવામાં સમય વેડફી રહ્યો હોવાથી માતાએ ઠપકો આપતા યુવકને મનોમન લાગી આવતા ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે.

આજના આધુનિક યુગમાં મોબાઈલનો અતિરેક વધ્યો છે અને અબાલ વૃદ્ધ સૌ કોઈ સોશિયલ મીડિયામાં રિલ્સ બનાવવા અને જોવામાં સમય વેડફી રહ્યા છે ત્યારે મધ્યપ્રદેશથી હળવદ તાલુકાના સરંભડા ગામે ખેતમજૂરી કરવા આવેલ રવિ શંકરભાઇ નાયક ઉ.25 નામનો યુવક ખેતીકામ કરવાને બદલે સતત રિલ્સ જોઈ સમય બગાડતો હોય તેમના માતાએ ઠપકો આપતા યુવાનને લાગી આવતા વાડીની ઓરડીમાં ગળેફાંસો ખાઈ લીધો હતો.બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.