એક વર્ષમાં પ્રજાના પ્રશ્નો ઉકેલવામાં નિષ્ફળ ગયેલા મનપાએ ફરિયાદનો ત્વરિત ઉકેલ લાવવા ક્લસ્ટર મુજબ વિભાગીય અધ્યક્ષના નંબર જાહેર કર્યા
મોરબી : મોરબી મહાનગરપાલિકા એક વર્ષના શાસનમાં પ્રજાના પ્રશ્નો ઉકેલવાના મોરચે નિષફળ ગઈ હોય એમ છાસવારે થતા રસ્તા રોકો આંદોલન વચ્ચે હવે મનપાએ લોકોના પ્રશ્નો ઉકેલવા માટે કટિબદ્ધ હોવાનો લુલો બચાવ કર્યો છે. હકીકતમાં તંત્ર ખરેખર લોકોની સુખાકારી જ ઇચ્છતું હોય તો એના માટે લોકોને તેમની.પાસે બોલાવવાની જગ્યાએ તંત્રએ ખુદ લોકો પાસે જઈને પ્રશ્નો ઉકેલવા જોઈએ, કારણ કે આખરે એ પબ્લિક સર્વન્ટ છે. એટલે તેમની ફરજ બને છે. તેના બદલે અગાઉની જેમ જ ફરિયાદોનો હવે ઝડપી નિકાલ તેવા દિવાસ્વપ્ન દેખાડી હેલ્પલાઈન નંબર જાહેર કર્યા છે. ત્યારે મનપાનો આ તુક્કો લાગે તો બાણ નહિતર થોથા જેવો સાબિત થશે કે કેમ ?
મોરબી શહેરની સુવ્યવસ્થા, અને જાહેર સલામતી જળવાઈ રહે તે હેતુસર તમામ નાગરિકોને જાણ કરવામાં આવે છે, કે પોતાના વિસ્તારમાં કોઈપણ પ્રકારની સમસ્યા કે તકલીફ ઊભી થતી હોય તો મોરબી મહાનગરપાલિકાના અધિકૃત મોબાઇલ એપ્લિકેશનમાં અને વેબસાઇટ પર ફરિયાદ નોંધાવવી, આ સાથે જ જાહેર જનતાની સુખાકારી માટે લોકોની સમસ્યાનું ઝડપી અને તાત્કાલિક નિવારણ થાય તે માટે દરેક કલસ્ટર મુજબ મોરબી મહાનગરપાલિકા દ્વારા વિભાગીય અધ્યક્ષના નંબર જાહેર કરવામાં આવ્યા છે. મોરબી શહેરના નાગરિકો મહાનગરપાલિકાની કચેરી ખાતે રૂબરૂ અને દરેક ક્લસ્ટર મુજબ પોતાના વિસ્તારના ક્લસ્ટર વર્ક આસિસ્ટન્ટ તથા સંબંધિત વિભાગના જવાબદાર અધિકારીઓ, કર્મચારીઓનો સીધો સંપર્ક કરીને પણ પોતાની સમસ્યાની જાણ કરી શકે છે.
ક્લસ્ટર વાઇઝ અધિકારી, કર્મચારીઓના નંબર
ક્લસ્ટર નં. ૧ અને ૧૦ : સમીર સુમરા – ???? ૯૧૫૭૧ ૧૭૦૬/ ક્લસ્ટર નં. ૨ અને ૧૧ : જાબીરહુશેન મનસુરી – ???? ૯૦૯૯૭ ૩૦૬૬૫/ ક્લસ્ટર નં. ૩ : રાજલ ગોહેલ – ???? ૭૪૩૫૮ ૫૨૫૦૫/ ક્લસ્ટર નં. ૪ અને ૫ : પાર્થ રાઠોડ – ???? ૯૩૧૩૦ ૫૫૨૭૭ ક્લસ્ટર નં. ૭ અને ૮ : જયદિપ રંકજા – ???? ૭૫૬૭૪ ૦૧૪૨૫ ક્લસ્ટર નં. ૬ અને ૯ : ખુશ રાજ્યગુરૂ – ???? ૯૩૨૭૨ ૯૫૦૯૬, ઇલેક્ટ્રિક વિભાગ માટે નૈનેશ મહેતા – ???? ૯૩૨૮૮ ૮૮૨૩૮ રોડ અને બ્રિજ કર્યો માટે નીરવ પટેલ – ???? ૮૧૬૦૯ ૨૮૮૪૧.પાણી પુરવઠાને લગતી સમસ્યા માટે સાગર રૂપાલા – ???? ૯૫૮૬૩ ૩૮૩૮૯
ભૂગર્ભ ગટર અને બગીચા ની સેવાઓ માટે આશીષ રાઠોડ – ???? ૮૮૬૬૩ ૨૨૫૨૩
અને જર્જરીત બિલ્ડીંગ આસપાસના વિસ્તારમાં હોય તો પ્રતિક કૈલા – ???? ૮૮૬૬૩ ૩૬૨૭૩નો ઓફિસ કામગીરી દરમિયાન સંપર્ક કરવાનો રહેશે,