અત્યાધુનિક ઇન્ફ્રાસ્ટ્રકચર સાથે ઓપનજીમ, જોગિંગ ટ્રેક, ચિલ્ડ્રન પ્લે એરિયા, એમ્ફિથિએટર/ સ્થાનિક શિલ્પ સ્થાપત્ય, LED લાઇટ્સ સહિતની સુવિધાઓ સાથે બનાવવામાં આવશે
મોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના જનકલ્યાણનગરમાં વસવાટ કરતાં રહેવાસીઓમાટે આગામી સમયમાં અત્યાધુનિક ગાર્ડન બનાવવા માટે ટેન્ડર પ્રક્રિયા વેબ સાઇટ મારફત હાથ ધરવામાં આવી છે. આ જન કલ્યાણ નગર અને આસપાસના વિસ્તારમાં વસતા લોકો માટે સુવિધાસભર અને આધુનિક ગાર્ડન બનાવવાની દિશામાં મોરબી મહાનગરપાલિકા એ મહત્વની કામગીરીની શરૂઆત કરવામાં આવનાર છે, આ વિસ્તારમાં અદ્યતન ગાર્ડન અંદાજિત રૂ
1.95 કરોડના ખર્ચે બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
મોરબી મહાનગરપાલિકા દ્વારા જનકલ્યાણ નગરમાં આકાર લેનાર પ્રોજેક્ટની મુખ્ય વિશેષતાઓની વાત કરતાં કહી શકાય કે અહી હેલ્થ અને વેલનેસ ઝોન, જોગિંગ માટે ખાસ રબરયુક્ત ટ્રેક અને ૧.૮ થી ૨.૪ મીટરના પહોળા પેવર બ્લોક ધરાવતા વો-કવે બનાવવામાં આવશે. ઓપન જીમ ના સાધનો અને શાંતિપૂર્ણ યોગા કરવા માટે ખાસ યોગા પેવેલિયન તૈયાર કરવામાં આવનાર છે.
આ સાથે જ જનકલ્યાણ નગરમાં બાળકો માટે ચિલ્ડ્રન પ્લે એરિયા, હિંચકા, લપસણી ક્લાઈમ્બર્સ જેવા સુરક્ષિત સાધનો સાથેનો પ્લેઝોન બનાવવામાં આવનાર છે, જેમાં ઈજા અટકાવવા માટે ખાસ રેતી અને સેફ્ટી મેટ્સનું ફ્લોરિંગ બનાવમાં આવશે, આ ઉપરાંત ભારતીય સંસ્કૃતિને અનુરૂપ સાંસ્કૃતિક હબ પણ અહી આકાર લેશે, તેમજ સામાજિક કાર્યક્રમો માટે ૮૦-૧૦૦ લોકોની ક્ષમતા ધરાવતું સ્ટેપ્ડ સીટિંગ એમ્ફીથિયેટર અને વિશાળ સેન્ટ્રલ ગ્રીન ઝોન (લોન) વિકસાવવામાં આવનાર છે. આકર્ષક વોટર ફીચર અને આર્ટ ગેલેરી સાથે ગાર્ડનમાં LED લાઈટિંગ ધરાવતા ડેકોરેટિવ ફુવારા અને કમ્પાઉન્ડ વોલ પર રંગબેરંગી વોલ તેમજ સ્થાનિક કલાના નમૂનારૂપ શિલ્પો સ્થાપિત કરવામાં આવશે. આધુનિક ફીચર સાથેના આ ગાર્ડનમાં સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સોલાર હાઇબ્રિડ LED લાઈટ્સ, અન્ડરગ્રાઉન્ડ કેબલિંગ અને વૃક્ષોના ઉછેર માટે ઓટોમેટેડ ડ્રિપ/સ્પ્રિંકલર ઇરિગેશન સિસ્ટમ પણ મૂકવામાં આવનાર છે. આ સમગ્ર ગાર્ડનમાં સૂચરું બેઠક વ્યવસ્થા અને પાર્કિંગ મુલાકાતીઓ માટે ડિઝાઈનર ગેઝેબો, RCC/વૂડ ફિનિશ ધરાવતા આધુનિક બાંકડા તેમજ વાહનો માટે ઇન્ટરલોકિંગ ટાઇલ્સ ધરાવતું અલાયદું પાર્કિંગ તૈયાર કરવામાં આવનાર છે.
મોરબી મહાનગરપાલિકા દ્વારા n-Procure પર ટેન્ડર લાઈવ થતા જ હવે આ પ્રોજેક્ટની કામગીરી વેગવંતી બનશે. આ ગાર્ડન બનવાથી જન કલ્યાણ નગર અને આસપાસના વિસ્તારના રહીશોને ડેવલપમેન્ટ અને અત્યાધુનિક ઇન્ફ્રાસ્ટ્રકચર સાથેનું સ્માર્ટ સિટીની ઓળખ મળશે.