Saturday - May 16, 2026

મોરબીમાં નાની કેનાલ રોડ ઉપર મનપા ગેરકાયદે દબાણો ઉપર તૂટી પડ્યું

મોરબીમાં નાની કેનાલ રોડ ઉપર મનપા ગેરકાયદે દબાણો ઉપર તૂટી પડ્યું

રોડ 18 મીટર પહોળો કરવા નડતરરૂપ કોમ્પ્લેક્ષ સહિતના દસેક જેટલા દબાણો જેસીબી વડે તોડી પડાવાની કવાયત

મોરબી : વર્ષના છેલ્લા દિવસે આજે મોરબી મહાનગરપાલિકા દ્વારા નાની કેનાલ રોડ ઉપર ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. અહીં 18 મીટર પહોળો રોડ મંજુર થયો હોય, જેને નડતરરૂપ દબાણોનો હાલ કડુસલો બોલાવવામાં આવી રહ્યો છે.
 

મોરબીમાં નાની કેનાલ રોડ ઉપર મનપા ગેરકાયદે દબાણો ઉપર તૂટી પડ્યું

મોરબી મહાપાલિકા દ્વારા વન વિક વન રોડ ઝુંબેશ અંતર્ગત આજે પંચાસર રોડ ઉપર આવેલ નાની કેનાલ રોડ પર ડીમોલેશન શરૂ કરવામાં આવ્યું છે. આ અંગે વિગતો આપતા ડેપ્યુટી કમિશનર સંજય સોનીએ જણાવ્યું કે હાઇવેથી પંચસર રોડ થઈ શનાળા રોડ સુધી 2.2 કિમીનો મોડેલ રોડ બનાવવામાં આવનાર છે. આ રોડની પહોળાઇ 18 મીટર છે. આ રોડને નડતરરૂપ દબાણો હટાવવાની કામગીરી 3 મહિનાથી કરવામાં આવી રહી છે. આજે 10 મિલકતો તોડવામાં આવી રહી છે. અહીં એક કોમ્પ્લેક્ષને પણ નોટિસ અપાઇ હતી. અહીં દુકાનો ગેરકાયદેસર રીતે બનાવાય છે. જેથી નડતરરૂપ દબાણ હટાવવામાં આવી રહ્યું છે. આ મોડેલ રોડનો વર્ક ઓર્ડર 3 મહિના પહેલા અપાઈ ગયો હતો. હાલ તેની કામગીરી ચાલુ છે. 18 મહિનામાં કામ પૂર્ણ કરવાનું છે. આ રોડનું કામ 2027માં માર્ચ મહિનામાં પૂર્ણ થશે. રૂ.15.50 કરોડના ખર્ચે બની રહેલા આ રોડથી ટ્રાફિક હળવો થશે.