Wednesday - Aug 19, 2026

મોરબીના ઘુંટુ રોડ ઉપર પંચરની દુકાનમાં આગથી તમામ સમાન બળીને ખાક

મોરબીના ઘુંટુ રોડ ઉપર પંચરની દુકાનમાં આગથી તમામ સમાન બળીને ખાક

મોરબી : મોરબી નજીક ઘુંટુ રોડ ઉપર નાગબાઈ માના મંદિર પાસે હરિઓમ સોસાયટીની સામે એક પંચરની દુકાનમાં ગઈકાલે સાંજના સમયે આગ લાગી હોવાની ઘટના સામે આવી હતી. આ બનાવની જાણ થતાં ફાયરની ટિમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગને બુઝાવી નાખી હતી. પણ ત્યાં સુધીમાં પંચરની દુકાનમાં રહેલો ટાયર સહિતનો સામનો બળીને ખાક થઈ ગયો હતો. જો કે આ ઘટનામાં સદનસીબે જામહાની થઈ નથી.