મોરબી:મોરબી જિલ્લાના શિક્ષકો માટે એક મહત્વપૂર્ણ સુવિધા ઉપલબ્ધ બની છે. ગુજરાત રાજ્ય શિક્ષણ સેવા વર્ગ-૩ (નો.ક.) સરકારી કર્મચારી મંડળ, મોરબી જિલ્લાના પ્રમુખ મેહુલ એચ. દેથરિયા તથા મહામંત્રી હર્ષદ જી. બોડાના સંકલન અને માર્ગદર્શન હેઠળ જિલ્લાના તમામ શિક્ષકો માટે આઈકાર્ડ તૈયાર કરવાનું કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થયું છે.
DEO ની સંવેદનશીલ કામગીરી
મોરબી જિલ્લા શિક્ષણાધિકારી કમલેશ મોતા સાહેબ દ્વારા શિક્ષકોને અધિકૃત ઓળખ મળી રહે તે હેતુથી આઈકાર્ડ તૈયાર કરી આપવામાં આવ્યા છે.
મંડળ દ્વારા કરવામાં આવેલી રજૂઆતને ધ્યાને લઈ, તેમણે અત્યંત સંવેદનશીલતા અને કાર્યક્ષમતા સાથે આ પ્રશ્નને પ્રાથમિકતા આપી ત્વરિત નિર્ણય લીધો હતો.
આ સફળતા બદલ કર્મચારી મંડળ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. મંડળના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે સાહેબની આ કામગીરી પ્રશંસનીય છે. અમને વિશ્વાસ છે કે ભવિષ્યમાં પણ શિક્ષકોના હિતલક્ષી પ્રશ્નોમાં તેમનો આવો જ સહયોગ અને માર્ગદર્શન મળતું રહેશે."
આ આઈકાર્ડ વિતરણથી જિલ્લાના શિક્ષકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને વહીવટી પ્રક્રિયામાં પણ પારદર્શિતા આવશે તેમ માનવામાં આવી રહ્યું છે.