Thursday - Apr 23, 2026

મોરબીમાં રૂ.7.27 કરોડના ખર્ચે 11 નવાનકોર રસ્તા બનાવ્યાનો મનપાનો દાવો

મોરબીમાં રૂ.7.27 કરોડના ખર્ચે 11 નવાનકોર રસ્તા બનાવ્યાનો મનપાનો દાવો

ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં ખાતમુહૂર્ત કરીને ટૂંકાગાળામાં શહેરીજનોને સારા રોડની સુવિધા આપી

મોરબી : મોરબીમાં રસ્તાની બહુ ખરાબ હાલત વચ્ચે મહાપાલિકાએ ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં રૂ.7.27 કરોડના ખર્ચે 11 રોડના કામોનું ખાતમુહૂર્ત કરીને ટૂંકાગાળામાં આ તમામ રસ્તાને નવોનકોર બનાવી નાખ્યાનો દાવો કર્યો છે. શહેરના અલગ અલગ વિસ્તારમાં 11 જેટલા નવા રોડ બનાવીને શહેરીજનોને સારા રસ્તાની સુવિધા આપી હોવાનું મહાપાલિકાએ જાહેર કર્યું છે.
 
મોરબીમાં રૂ.7.27 કરોડના ખર્ચે 11 નવાનકોર રસ્તા બનાવ્યાનો મનપાનો દાવો

મોરબી મહાનગરપાલિકા દ્વારા 2 ઓગષ્ટના રોજ શહેરી વિકાસ વર્ષ હેઠળ રૂ.૧૮.૬૧ લાખના ખર્ચે ચામુંડાનગરમાં સી.સી.રોડ,  રૂ.૫૮.૦૧ લાખના ખર્ચે ક્રિષ્ના સ્કુલથી એસ.પી.રોડ સીધી સી.સી.રોડ, રૂ.૫૦ લાખના ખર્ચે કેદારીયા હનુમાનથી સેન્ટમેરી સ્કુલ સુધી સી.સી.રોડ, રૂ.૫૭.૧૬ લાખના ખર્ચે ચિત્રકુટ શેરી નં.૧, ૨, ૩ માં સી.સી.રોડ, સરદાર બાગ સામે રૂ.૧૪ લાખના ખર્ચે હરીપાર્કમાં સી.સી.રોડ આ ઉપરાંત વિકાસ સપ્તાહ નિમિતે રૂ.૭૯ લાખના ખર્ચે યદુનંદન ગેટથી સબજેલ સુધી ડામર રોડ, રૂ.૯ લાખના ખર્ચે પુનમ મોબાઈલથી શિવાની સીઝન સેન્ટર સુધી ડામર રોડ., રૂ.૧૪ લાખના ખર્ચે કે સુપર ટોકીઝથી ત્રિકોણબાગ સુધી ડામર રોડ, રૂ.૬૫ લાખના ખર્ચે વાવડી મેઈન રોડ રીસર્ફેસીંગ સી.સી.રોડ, રૂ.૧૦૭ લાખના ખર્ચે ગોપાલ સોસાયટીથી સમર્પણ હોસ્પિટલ સુધી ડામર રોડ અને રૂ.૨૫૬ લાખના લાલબાગથી પંચમુખી હનુમાન સુધી ડામર રોડના કામોના ખાતમુહુર્ત કરવામાં આવ્યા હતા. આ રોડ હવે નવા બની ગયા છે અને બાકીના ખાતમુહુર્ત કરેલા તમામ કામો હાલ પ્રગતિ હેઠળ છે તેમ મહાનગરપાલિકાના સિટી ઇજનેરે જણાવ્યું હતું.

મોરબીમાં રૂ.7.27 કરોડના ખર્ચે 11 નવાનકોર રસ્તા બનાવ્યાનો મનપાનો દાવો
મોરબીમાં રૂ.7.27 કરોડના ખર્ચે 11 નવાનકોર રસ્તા બનાવ્યાનો મનપાનો દાવો