મોરબી : સ્પેશિયલ નિડ્સ ક્ષેત્રમાં ગાર્ડિયન એન્જલ એવોર્ડસ- 2026 નું અમદાવાદની મનો દિવ્યાંગ બાળકોના ક્ષેત્રમાં કામ કરતી સંસ્થા વિશાલ વિન ફાઉન્ડેશન દ્વારા રાજકોટ માં તા 22 માર્ચ ના રોજ , કાલાવાડ રોડ ઉપર હોટલ સયાજી માં આયોજન થયેલ જેમાં રાજકોટના પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા (IPS)ના વરદ હસ્તે મોરબીના મનો દિવ્યાંગ જય ઓરિયને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
મનોદિવ્યાંગ બાળકોના ક્ષેત્રમાં સેવા કાર્ય કરતી સંસ્થા, દિવ્યાંગ બાળકોની સ્કૂલ ,થેરાપિસ્ટ, સાયકોલોજિસ્ટ , ડોક્ટર અને પ્રતિભાશાળી દિવ્યાંગો કુલ 93 વ્યક્તિ વિષેશનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં 9 દિવ્યાંગોને રોલ મોડલ તરીકે એવોર્ડ આપવામાં આવ્યા હતા. સ્પેશિયલ નીડ્સ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કાર્ય કરનારાઓને સન્માનિત કરતી આ ઊજવણીમાં મોરબીના મનો દિવ્યાંગ "જય ઓરિયા" એ તેમની અક્ષમતા ને માત આપી ક્ષમતા મુજબ સક્ષમ દિવ્યાંગ તરીકે પોતાના આત્મવિશ્વાસના જોરે પ્રગતિ સાધી છે,જે બદલ તેને સૌરાષ્ટ્રમાંથી તેને પસંદ કરવામાં આવેલ, આ ગૌરવની ક્ષણ તેની સિદ્ધિઓમાં ઉમેરો કરી પરિવાર અને મોરબીને પ્રેરણા પૂરી પાડે છે, કે ઉત્તમ ફળ પરમાત્મા હંમેશા યોગ્યતા ને આપે છે.75 % દિવ્યાંગતા હોવા છતાં 2 વર્લ્ડ રેકોર્ડ સાથે સફળતાના શિખરો સુધી પહોંચનાર મોરબીના જય ઓરિયાને રોલ મોડલ દિવ્યાંગ તરીકે એવોર્ડ મળેલ છે, જે દિવ્યાંગતાના ક્ષેત્રમાં ઊર્જા પ્રદાન કરી આશાવાદી બનાવે છે.