વાંકાનેર : વાંકાનેર તાલુકાના વધાસીયા નજીક આવેલ દુરેજા સીરામીક કારખાનામાં ગતરાત્રિએ એક અકસ્માત સર્જાયો હતો. જેમાં અહીં લેબર કોલોનીના ધાબા પરથી પડી જતા સંદીપભાઈ ઉ.વ.22 નામના યુવાનનું નીચે પટકાતા ગંભીર ઈજાઓ થવાથી મોત નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.