Saturday - Jul 11, 2026

મોરબીના ધરમપુર રોડ પરથી ચોરીના બાઈક સાથે શખ્સ ઝડપાયો, વાહનચોરીનો ગુનો ઉકેલાયો

મોરબીના ધરમપુર રોડ પરથી ચોરીના બાઈક સાથે શખ્સ ઝડપાયો, વાહનચોરીનો ગુનો ઉકેલાયો

સર્વેલન્સ ટીમને બાતમી મળતા કાર્યવાહી; રૂ. 70 હજારનું સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ કબજે

મોરબી : મોરબી તાલુકા પોલીસે વાહનચોરીના ગુનાનો ભેદ ઉકેલી એક શખ્સની ધરપકડ કરી છે. આરોપીના કબજામાંથી ચોરીમાં ગયેલું રૂ. 70 હજાર કિંમતનું હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ કબજે કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

મિલકત સંબંધિત ગુનાઓ શોધી કાઢવા માટે પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ, પોલીસ અધિક્ષક મોરબી તથા નાયબ પોલીસ અધિક્ષક મોરબી ડિવિઝનના માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ કામગીરી કરી રહી હતી. દરમિયાન હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે વાહનચોરીના ગુનામાં સંડોવાયેલા શખ્સ અંગે ચોક્કસ બાતમી મળી હતી.

બાતમીના આધારે પોલીસે ધરમપુર રોડ પર આવેલા સુરાપુરા દાદાના મંદિર નજીક વોચ ગોઠવી *અલારખાભાઈ કાસમભાઈ કાણા (રહે. વનાળીયા, તા. મોરબી)ને ઝડપી પાડ્યો હતો. તપાસ દરમિયાન તેના કબજામાંથી ચોરીમાં ગયેલું હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ મળી આવ્યું હતું, જેની કિંમત રૂ. 70 હજાર હોવાનું પોલીસે જણાવ્યું છે.

આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એન.એસ. ઘેટીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ સી.એસ. સોંદરવા, એએસઆઈ ફિરોજભાઈ સુમરા તથા તાલુકા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે હાથ ધરી હતી. આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ ચાલુ રાખવામાં આવી છે.

મોરબીના ધરમપુર રોડ પરથી ચોરીના બાઈક સાથે શખ્સ ઝડપાયો, વાહનચોરીનો ગુનો ઉકેલાયો