Thursday - Jul 02, 2026

માળિયા- વનાળિયા વિસ્તારની ગટરની સમસ્યાથી કંટાળેલા રહીશો મેદાને, ચક્કાજામ

માળિયા- વનાળિયા વિસ્તારની ગટરની સમસ્યાથી કંટાળેલા રહીશો મેદાને, ચક્કાજામ

મનપાએ તુરંત કામ શરૂ કરતા ચક્કાજામ તો હટયો પણ પડાવ નાખેલો છે

મોરબી : મોરબીમાં નબળી નેતાગીરી અને મનપા તંત્રના વાંકે સમસ્યાઓનું નિરાકરણ નહિ આવતા અંતે લોકો પોતાની સમસ્યા સામે અવાજ ઉઠાવવા ચક્કાજામને હથિયાર બનાવી લીધું છે. જેમાં મોરબીના સામાકાંઠે આવેલ છેવાડાના માળિયા- વનાળીયા સહિતના વિસ્તારોમાં ઉભરાતી ગટરની સમસ્યા હલ કરવા માટે મનપા તંત્રને જવાબદારીનું ભાન કરાવવા રહીશો મેદાને આવ્યા હતા અને અહીંના જુના રફાળેશ્વર રોડ ઉપર લોકોએ ચક્કાજામ કરી દેતા મહાપાલિકાએ કામ શરૂ કરી દેતા ચક્કાજામ તો હટાવી લેવામાં આવ્યો છે પણ સ્થાનિકોએ હજુ ત્યાં જ પડાવ નાખેલો છે.

માળિયા- વનાળિયા વિસ્તારની ગટરની સમસ્યાથી કંટાળેલા રહીશો મેદાને, ચક્કાજામ

સ્થાનિકોએ જણાવ્યું છે કે માળિયા-વનાળિયા, સુભાસનગર અને રામદેવનગર સહિતના વિસ્તારોમાં ગટરનો છેલ્લા 14 મહિનાથી પ્રશ્ન છે. જેની અનેક રજૂઆત કરી છે પણ કોઈ પરિણામ મળ્યું નથી. જુના રફાળેશ્વર રોડ પાસેથી મેઈન ડ્રેનેજ લાઈન નીકળે છે. જેની 6 કુંડી છે. 2 કુંડી બંધ છે. પણ આ બંધ કુંડી મળતી નથી. જેના કારણે માળિયા- વનાળિયા સહિતના વિસ્તારમાં ગટરના પાણી ઉભરાઈ રહ્યા છે.

આ પ્રશ્નનું કોઈ નિરાકરણ ન મળતા અંતે આજે સ્થાનિકોએ ચક્કાજામ કર્યો હતો. જો કે તુરંત મહાપાલિકાની ટીમ આવી જતા તેને કામ શરૂ કરતા ચક્કાજામ હટાવી દેવાયો હતો. હાલ વાહન વ્યવહાર ચાલુ કરી દેવામાં આવ્યો છે. પરંતુ સ્થાનિકોનું કહેવું છે જ્યાં સુધી કામનું પરિણામ નહી મળે ત્યાં સુધી અમે હજુ અહીં જ પડાવ નાખીશું.

માળિયા- વનાળિયા વિસ્તારની ગટરની સમસ્યાથી કંટાળેલા રહીશો મેદાને, ચક્કાજામ