Thursday - Jul 16, 2026

માળીયા નગરપાલિકાના મહિલા પ્રમુખે તબિયત સારી ન રહેતા રાજીનામું આપ્યું

માળીયા નગરપાલિકાના મહિલા પ્રમુખે તબિયત સારી ન રહેતા રાજીનામું આપ્યું

મોરબી : માળિયા મિયાણા નગરપાલિકાના  પ્રમુખ મોવર રહેમતબેન સલેમાનભાઈએ રાજીનામુ આપી દીધું છે. તેઓની તબિયત સારી રહેતી નથી. ઉપરાંત તેઓ 10 કિમિ દૂર નવા અંજીયાસર ગામે રહે છે. તેઓ પૂરતો સમય ફાળવી શકતા ન હોય જેથી પદ છોડ્યું છે. હવે નગરપાલિકાઓની ચૂંટણી પૂર્ણ થયા બાદ અહીંના પ્રમુખની ચૂંટણી યોજવામાં આવશે. અહીં અઢી વર્ષની ટર્મમાં 11 મહિના બાકી છે. અહીં 6 વોર્ડ છે અને 24 બેઠક છે. જેમાં કોંગ્રેસ પાસે 23 અને ભાજપ પાસે 1 બેઠક છે.