માળીયા તાલુકાનું રાજકારણીયોની કિન્નાખોરીને કારણે વિભાજન થતું હોવાનો આક્ષેપ કરી આપે મામલતદારને રજુઆત કરીને આંદોલનની ચીમકી આપી
મોરબી : માળિયા-મિયાણા તાલુકાને વર્ષોથી વિકાસથી વંચિત રાખવામાં આવ્યો છે.અને ઉપરથી હવે હાલમાં એવી ચર્ચાઓએ વેગ પકડ્યો છે.કે માળિયા-મિયાણા તાલુકાનું વિભાજન કરી અન્ય બે તાલુકા બનાવવામાં આવશે અને માળિયા-મિયાણા તાલુકાને માત્ર 4/5 ગામડાઓથી જ સીમિત કરવામાં આવશે. તેવી લીક ચર્ચાઓએ જોર પકડ્યો છે. એવી પણ વાતો સંભળાય છે કે, જે ગામડાઓ વિભાજનમાં અસહમત છે. તેઓને પણ પરાણે નવા તાલુકાઓમાં સમાવવાની કુટનીતિ ચાલી રહી છે.જે ખરેખર અયોગ્ય છે.
માળીયા આમ આદમી પાર્ટીએ મામલતદારને રજુઆત કરીને જણાવ્યું હતું કે, માળિયા-મિયાણા તાલુકો એ રજવાડાઓનું અનેક ગામડાઓનું સ્ટેટ હતું અને આઝાદી પછી પણ અનેક જિલ્લાઓની સરહદો વાળુ મેઈન સેન્ટર ધરાવતો તાલુકો છે. તો તેને ભાંગીને તંત્ર કે રાજકારણીઓ શું સાબિત કરવા માંગે છે?માળિયા-મિયાણા તાલુકા અને શહેરને વર્ષોથી અનેક સુવિધાઓથી વંચિત રાખવામાં આવેલ તેનું જવાબદાર કોણ?કોઈપણ તાલુકામાંથી નવા તાલુકા બનાવવામાં આવેતો તેના નીતિ નિયમો અને જોગવાઈઓને ધ્યાનમાં લઇ બનાવવામાં આવે છે.ગામડાઓ અસહમત હોય તેમ છતાં કેમ અયોગ્ય કામગીરી થઇ રહી છે ? માળિયા-મિયાણા તાલુકો પહેલાથી અનેક વખત નવા તાલુકાઓમાં વિભાજન થઈ થઈ 52 ગામડાઓમાંથી માત્ર હવે ગામડાઓ રહ્યા છે. અને તે 40 ગામડાઓનું મુખ્ય સેન્ટર છે. તો તેને પણ હવે વિભાજન/નાબુદ કરવું તે કેટલે અંશે યોગ્ય છે.?
માળિયા-મિયાણા તાલુકાથી અસહમત હોય તેવા ગામડાઓની સંખ્યા કેટલી છે અને અન્ય નવા બે તાલુકાઓ માટે કેટલા ગામડાઓ સહમત અને અસહમત છે.તેની યોગ્ય તપાસ કરાવવી, મોરબી જીલ્લાનું છેવાડાનું અને અનેક બાબતોમાં વિકસિત અને સગવડો ધરાવતું ગામ-આમરણ(ચોવીસી) જે વિસ્તાર અને વસ્તીની દ્રષ્ટીએ તાલુકા માટે યોગ્ય સેન્ટર હોય તો તેને તાલુકાનું કેમ દરજ્જો મળતું નથી. અને જો પીપળીયાની જગ્યાએ આમરણને નવા તાલુકા તરીકે જાહેર કરવામાં આવે તો મોરબી તાલુકા, માળિયા-મિયાણા તાલુકો અને જોડિયા તાલુકોના દુર દુર સુધીના અનેક ગામોના લોકોને સુખાકારી અને ફાયદો થાય.ઉપરોક્ત તમામ બાબતે માળિયા મિયાણા તાલુકાનું વિભાજન કરવું યોગ્ય ન હોય તેથી તેને યથાવત રાખી યોગ્ય વિકાસના પંથે લઇ જવામાં આવે અને નવા તાલુકાઓના ઉદ્ભવની બાબત સ્થગિત કરવામાં આવે એવી તમામ શહેરી જનો તથા તાલુકાના અસહમત ગામડાઓ છે.તે તમામની માંગ છે. જરૂર પડ્યે આંદોલન કરવાની ચીમકી આપી છે.