વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાજસ્થળી ગામની સીમમાં આવેલ શ્રી હરિ એન્ટરપ્રાઇઝ સેન્ડ સ્ટોનમા કામ કરતા અને અહીં જ રહેતા મૂળ ઉત્તરપ્રદેશના વતની અખિલેશ ચન્દ્રબલી યાદવ ઉ.22 નામના યુવાને ગઈકાલે સેન્ડ પ્લાન્ટની ઓરડીમાં કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.