Wednesday - Apr 29, 2026

મકરસંક્રાંતિનો પુણ્યકાળ ૧૫ તારીખ અને સોમવારે છે દાન, સ્નાન વિશેષ પૂજાઓ ૧૫ તારીખ ને સોમવારે કરવી

મકરસંક્રાંતિનો પુણ્યકાળ ૧૫ તારીખ અને સોમવારે છે દાન, સ્નાન વિશેષ પૂજાઓ ૧૫ તારીખ ને સોમવારે કરવી

પૂજ્ય મહામહોપાધ્યાય શ્રી જીજ્ઞેશભાઇ પંડ્યા
( ગોલ્ડ મેડાલિસ્ટ કાશી વારાણસી )
મોરબી માં એક માત્ર કાશી ના વિદ્વાન
જ્યોતિષાચાર્ય સાહિત્યાચાર્ય ભાગવતાચાર્ય
M.A. સંસ્કૃત
૯૪૨૬૯ ૭૩૮૧૯
શ્રી ગણનાથ જ્યોતિષ કાર્યાલય
ક્રિષ્ના ચેમ્બર ઓ.નં. 5
વસંત પ્લોટ મેઈન રોડ ચકિયા હનુમાન ની બાજુમાં


સંક્રાંતિ ક્યારે છે અને એનો પુણ્યકાલ ક્યારે છે આવો જાણીએ

વિક્રમ સંવત ૨૦૮૦ના પોષ શુકલ ૩ ને રવિવાર તા. ૧૪/૧૫-૧-૨૦૨૪ના રોજ રાત્રે ૨૬:૪૪ કલાકે સૂર્યનારાયણ મકર રાશિમાં પ્રવેશ કરે છે. તે સમયે શતતારકા નક્ષત્ર, વ્યતિપાત પર વરીયાન યોગ અને વિષ્ટિ કરણ વ્યાપત છે. ચંદ્ર રાશિ કુંભ છે.


મકરસંક્રાંતિનો પુણ્યકાળ ૧૫ તારીખ અને સોમવારે છે દાન, સ્નાન વિશેષ પૂજાઓ ૧૫ તારીખ ને સોમવારે કરવી
મુહૂર્ત ૧૫ સમર્ધ છે.

આ સંક્રાતિ ઉત્તર દિશામાંથી આવે છે. દક્ષિણમાં જાય છે. તેનું મુખ પૂર્વ દિશા તરફ છે અને દષ્ટિ નૈઋત્ય તરફ છે.

સંક્રાંતિનું વાહન અશ્વછે. ઉપવાહન સિંહ છે. વસ્ત્ર કાળા રંગનું છે. જાતિ દ્વિજ છે. હાથમાં પાન અને દુર્વા ધારણ કરેલ છે. વય વૃદ્ધા છે. આભુષણ સોનું છે. ભક્ષણ કઠોળનું કરે છે. ભોજનપાત્ર કાંસાનું છે. કંચુકી ભુરા રંગની છે. એની સ્થિતિ બેઠેલી છે, અને હાથમાં ભાલો ધારણ કરેલ છે. અવસ્થા ભુક્તા છે.

સંક્રાંતિ જે જે વસ્તુઓ સાથે સંબંધ ધરાવે તે તે દિશા, પ્રદેશ વસ્તુમાં તકલીફો અનુભવાય. હાનિ અને અશુભ ફળ પ્રાપ્ત થાય. એટલે ઘોડો, સિંહ જેવા વન્યજીવો કે તેની સાથે સંકળાયેલા (સર્કસ, ઝૂ વગેરે)ને તકલીફ આવે. કાળા રંગની વસ્તુઓ, સોનું અને કાંસામાં ભાવ વધારો થાય, કઠોળ, મોઘું થાય. સંક્રાંતિની વય વૃદ્ધા હોવાથી વૃદ્ધોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે.

સંક્રાંતિ સમયની કુંડળી તુલા લગ્નની છે. લગ્ન ભાંગ્યાંશમાં છે અને લગ્નેશ પાપાંશમાં છે. રાજદ્વારીઓ સુખ- સુવિધા માટે ગેરકાયદેસરના રસ્તા અપનાવે. સૂર્ય લાભ સ્થાનનો સ્વામી થઇ ચતુર્થ ભાવમાં મકર રાશિમાં પાપાંશમાં છે. જો કે લાભ સ્થાન પર અને લગ્ન પર પણ ગુરુની દ્રષ્ટિ છે, એટલે બંન્ને ભાવ ગુરુથી નિયંત્રીત હોવાથી રાજદ્વારીઓ અને અધિકારીઓ ડરીને ભ્રષ્ટાચારથી દૂર રહે. આ વર્ષે પ્રજાની અને સરકારની સર્જનાત્મકતા અને જાગરુકતા જોવા મળે પંચમ ભાવમાં શનિ ચંદ્રનો વિષયોગ છે. પરંતુ શનિ કેન્દ્ર ત્રિકોણ બંનેનો સ્વામી હોઇ પાપાંશમાં હોવા છતાં શુભફળ દાતા છે અને ચંદ્ર સૌમ્યાંશમાં છે. જેથી વિદેશી સંબંધોમાં ઉત્તમ સકારાત્મક પ્રગતિ દેખાય. મૃત્સદ્દીગિરીથી વિદેશના સંબંધો હલ થાય, ધનેશ મંગળ ત્રીજે ઉપન્નાંશમાં હોવાથી દેશનો જી.ડી.પી. વધે નાણાંકીય ખાધ ઓછી થાય. વ્યયેશ બુધ ભાંગ્યાંશમાં છે. જેથી જનતાની સુખ સગવડોની નવી નવી યોજનાઓ બને. પરંતુ સાથે સાથે પ્રજાની તકલીફોમાં પણ વૃદ્ધિ થાય.

           ભારતને યુદ્ધનો ભય નથી. સંક્રાંતિ ફળ સૂર્યનારાયણના ચરણોમાં અર્પણ કરી વિરામ


રાશિ મુજબ આપવાનું દાન


સંક્રાતિની રાશી ઉપર અસર અને દાન મહત્વ

મેષ-કન્યા-કુંભ :

સોનાના પાયે બેસે છે. પીળા વસ્ત્રો, પીળો ગોળ, પિતાંબર, પિત્તળના વાસણો, સોનાનું દાન કરવું

વૃષભ-સિંહ-ધન  :

તાંબાના પાયે બેસે છે. લાલ વસ્ત્ર, લાલ પિતાંબરી, ગોળ, સિંગ, તાંબાના વાસણનું દાન કરવું.

મિથુન-તુલા-મકર  :

રૂપાના પાયે બેસે છે. સફેદ વસ્ત્ર, ધોતી, ઝભ્ભો, દૂધ, ચોખા, સાકર, સાકર, ચાંદીની ગાય, ચાંદીના વાસણો, તુલસી કયારાનું દાન

કર્ક-વૃશ્ચિક-મીન  :

લોઢાના પાયે બેસે છે. કાળી વસ્તુ, કાળા વસ્ત્રો, કાળા તલ, કાળા અડદનું તથા લોખંડના વાસણોનું દાન કરવું.


પૂજ્ય મહામહોપાધ્યાય શ્રી જીજ્ઞેશભાઇ પંડ્યા
( ગોલ્ડ મેડાલિસ્ટ કાશી વારાણસી )
મોરબી માં એક માત્ર કાશી ના વિદ્વાન
જ્યોતિષાચાર્ય સાહિત્યાચાર્ય ભાગવતાચાર્ય
M.A. સંસ્કૃત
૯૪૨૬૯ ૭૩૮૧૯
શ્રી ગણનાથ જ્યોતિષ કાર્યાલય
ક્રિષ્ના ચેમ્બર ઓ.નં. 5
વસંત પ્લોટ મેઈન રોડ ચકિયા હનુમાન ની બાજુમાં