Saturday - May 16, 2026

મોરબીમાં ઇમ્પોર્ટેડ કોલસો કાઢી હલકી ગુણવત્તાનો કોલસો ભેળવવાના કૌભાંડમાં મુખ્ય આરોપી પાસા હેઠળ જેલમાં ધકેલાયો

મોરબીમાં ઇમ્પોર્ટેડ કોલસો કાઢી હલકી ગુણવત્તાનો કોલસો ભેળવવાના કૌભાંડમાં મુખ્ય આરોપી પાસા હેઠળ જેલમાં ધકેલાયો

મોરબી : મોરબી નજીક ઇમ્પોર્ટેડ કોલસો કાઢીને હલકી ગુણવત્તાવાળો કોલસો ભેળવી દેવાના કૌભાંડમાં પકડાયેલ એક આરોપી સામે એલસીબીએ પાસાનું શસ્ત્ર ઉગામી તેને અમદાવાદની સાબરમતી જેલમાં ધકેલવામાં આવ્યો છે.


મોરબી એલસીબી દ્વારા ગઇ તા. ૨૧/૦૧/૨૦૨૫ના રોજ મોરબી તાલુકાના જુના સાદુળકા ગામ તરફ જવાના રસ્તે આવેલ સ્વામીનારાયણ ગુરુકુળની સામે એ.બી.સી. મોનરલ્સની બાજુમાં આવેલ પ્લોટમાં રેઇડ કરવામાં આવી હતી. જેમાં મુન્દ્રા પોર્ટ પરથી ટ્રકોમાં ભરાઈ આવતો ઇમ્પોર્ટેડ કોલસો કોડીનાર અંબુજા સીમેન્ટ ફેક્ટરીમાં જતો હોય જે ટ્રકોના ડ્રાઇવર તથા માલીક સાથે સંપર્ક કરી ટ્રકોમાં કંપની દ્વારા લગાડેલ જી.પી.એસ. સીસ્ટમ તથા સીલ ખોલી ટ્રકોમાં ભરેલ ઇમ્પોર્ટ કોલસો કાઢી લઇ તેમાં હલકી ગુણવતાવાળો કોલસો ભેળવી કોલસા ચોરીનું કૌભાંડ પકડી લેવામાં આવ્યું હતું.

મોરબીમાં ઇમ્પોર્ટેડ કોલસો કાઢી હલકી ગુણવત્તાનો કોલસો ભેળવવાના કૌભાંડમાં મુખ્ય આરોપી પાસા હેઠળ જેલમાં ધકેલાયો

સ્થળ પરથી ઇમ્પોર્ટેડ કોલસો, હલકી ગુણવતાવાળો કોલસો, ટ્રક, ટ્રેક્ટર લોડર, હિટાચી મશીન, મોટર સાયકલ મળી રૂ.૧,૦૯,૫૫,૦૦૦/- નો મુદામાલ મળી કુલ ચાર આરોપીઓને સ્થળ પરથી પકડી લઈ મોરબી તાલુકા પોલીસમાં ગુનો રજીસ્ટર કરાવ્યો હતો. ગુનાની તપાસ દરમિયાન કુલ ૯ જેટલા આરોપીઓને આ ગુનામાં પકડવામાં આવ્યા હતા.

આ ગુનાના મુખ્ય આરોપી નવઘણભાઇ જશાભાઇ બાલાસરા રહે. મોરબી વાવડી રોડ સતનામ સોસાયટી શેરીનં-૧ મુળ રહે. કેરાળીવાળા અગાઉ પણ વર્ષ ૨૦૨૪ના વર્ષમાં આવા જ પ્રકારના કોલસા કૌભાંડના ગુનામાં સંડોવાયેલ હોય તેની સામે પાસા દરખાસ્ત તૈયાર કરતા જિલ્લા મેજીસ્ટ્રેટ તરફથી પાસા વોરંટ ઇસ્યુ થતા તેની અટકાયત કરીને પાસા એકટ તળે ડીટેઇન કરી અમદાવાદ સાબરમતી જેલ ખાતે મોકલવામાં આવેલ છે. આ કામગીરીના પીઆઇ એમ.પી. પંડયા, પીએસઆઈ બી.ડી.ભટ્ટ, જે.પી.કણસાગરા સહિતના રોકાયેલ હતા.